અમદાવાદ PCB એ એલીસબ્રીજ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે.બંધ મકાનમાં જુગાર રમતા 12 જુગારીઓને પકડ્યા છે. આ રેડ દરમ્યાન 12 ઇસમને ઝડપી આ સાથે 74,510ની કિંમતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. શહેરમાં લોકડાઉન પત્યું અને અનલોક થયું છે ત્યારે દારૂ અને જુગારની બદી રોકવા માટે અમદાવાદ પીસીબીએ લાલ આંખ કરી છે અને શહેરમાં યુવાધનને બરબાદ કરનાર લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.