જેએમસીની મિલ્કત વેરા શાખાની લાલ આંખ: બાકી રકમ માટે વોરંટ બજાવ્યા.
જીએનએ જામનગર: મિલકત વેરો ન ભરતા હોય તેવા લોકો સામે જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા હરકતમાં આવી છે અને આવા લોકો સામે લાલ આંખ કરી છે. જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા ઘ્વારા તા.૧/૯/૨૦૨૨ના રોજ બાકી રકમ માટે વિવિધ વોર્ડમાં અનુસૂચિ તથા વોરંટ બજાવવામાં આવ્યા છે.
જેમાં વોર્ડ નં.ર માં ૧૭ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૨,૬૪,૪૦૭/-ની વસુલાત માટે અનુસૂચિ બજાવેલ છે. વોર્ડ નં.૧૩માં ર૧ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૬,૧૩,૯૧૬/-ની વસુલાત માટે વોરંટ બજાવેલ છે. આમ, કુલ- ૮,૭૮,૩૨૩/-ની વસુલાત માટે વોરંટ અને અનુસૂચિની બજાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.