ફાયદા / રૂદ્રાક્ષ એકમાત્ર એવું ફળ જેને ધારણ કરવાના છે અનેક ફાયદા, જાણો ધર્મ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મનુષ્ય બિમાર થવાનું મોટું કારણ ગ્રહોની પ્રતિકુળતાં છે
રુદ્રાક્ષ ધારણ કરનારના બધા જ કષ્ટ ભગવાન લઈ લે છે
રુદ્રાક્ષનું વર્ગીકરણ 1 થી લઈ 21 મુખ સુધી કરવામાં આવે છે
રુદ્રાક્ષ જ એક માત્ર એવું ફળ છે જે અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરે છે. શિવપુરાણ, પદ્માપુરાણ, રુદ્રાક્ષકલ્પ, રુદ્રાક્ષ મહાત્મ્ય ગ્રંથોમાં રુદ્રાક્ષની મહિમા જણાવવામાં આવી છે. કોઈ પણ રુદ્રાક્ષ હોય જે લાભદાયી છે. પરંતુ તેમનાં મહત્વ જુદા જદા હોય છે. દરેક રુદ્રાક્ષની ઉપર પટ્ટાઓ બનેલી હોય છે. જેમને રુદ્રાક્ષનું મુખ (મોં) કહેવાય છે.

આ પટ્ટાની સંખ્યા 1 થી લઈને 21 સુધી હોય છે. આ પટ્ટાઓની સંખ્યા ગણીને રુદ્રાક્ષનું વર્ગીકરણ 1 થી લઈ 21 મુખ સુધી કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં રુદ્રાક્ષની નિયમિત પૂજા થાય છે ત્યાં અન્ન, વસ્ત્ર અને ધનની ક્યારેય ઓછપ રહેતી નથી. અને લક્ષ્મીનો સદેવ વાસ રહે છે. એવી ધારણા પણ છે. રુદ્રાક્ષને હંમેશા ધારણ કરનારને અને પૂજા કરનારને અંત સમયમાં શરીરને ત્યાગીને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

પૌરાણિક કથાઓમાં ઉલેલ્ખ છે જે સતીના ત્યાગથી શિવને ખુબ દુઃખ થયું અને તેમના આંસુ અનેક સ્થાનો પર પડ્યા અને રુદ્રાક્ષ ઉત્પન થયું. આ માટે રુદ્રાક્ષ ધારણ કરનારના બધા જ કષ્ટ ભગવાન લઈ લે છે.

જ્યોતિષીય દ્રષ્ટિથી રુદ્રાક્ષ ધારણ કરનારને પણ મોટો ફાયદો થાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મનુષ્ય બિમાર થવાનું મોટું કારણ ગ્રહોની પ્રતિકુળતાં છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહોની પ્રતિકુળતા દુર થઈ શકે છે.