*રૂપાણીના હોમ ટાઉનમાં ભાજપમાં બળવો*

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપમાં ચાલતો આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો છે. ચૂંટણીને લઇને જિલ્લા ભાજપના આગેવાનોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. રાદડિયા જૂથની સામે જિલ્લા ભાજપના અનેક આગેવાનોએ મોરચો માંડ્યો છે. જયેશ રાદડિયાએ ભાજપના કોઇ નેતા કે આગેવાન નારાજ હોવાની વાતને રદિયો આપ્યો છે. પરંતુ નીતિન ઢાકેચા જૂથના વિજય સખીયાએ ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. બીજી તરફ હરદેવસિંહ જાડેજા તેમજ નીતિન ઢાકેચાએ પણ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ ચાલતો હોવાનું જણાવ્યું છે. નીતિન ઢાકેચાએ સમગ્ર મામલે હાઇકમાન્ડ હસ્તક્ષેપ કરે તેવી માંગણી પણ નીતિન ઢાકેચાએ કરી છે.