અમદાવાદ મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી ને લઈને વિવાદ.
50 વર્ષ જૂના ના નિયમ નેવે મુકાયા હોવાના આક્ષેપ
અમદાવાદ ફાયર બ્રિગેડ પ્રથમ વાર વર્ષો જૂનો ચાલતો નિયમ નેવે મૂકી ડિવિઝનલ ફાયર ઓફિસર ની ભરતી પ્રક્રિયા ચાલુ કરી, અત્યાર સુધીમાં ડિવિઝનલ ઓફિસર ની પોસ્ટ માટે સબ ઓફિસર કોર્સ કર્યા પછી પાંચ વરસ નોકરી કર્યા પછી સ્ટેશન ઓફિસર કોર્સમાં મોકલવામાં આવે છે ત્યારબાદ પાંચ વર્ષની નોકરી પછી ડિવિઝનલ ઓફિસર કોર્સ કરવાનો હોય છે, મહાનગરપાલિકા દ્વારા પાડવામાં આવેલી જાહેરાત મા વિસંગતતાઓ હોવાથી ફાયર બ્રિગેડના તમામ અધિકારીઓ માં દુઃખની લાગણી અનુભવી છે, આ જગ્યા કમાન્ડો ની હોવા થી સ્ટેશન ઓફિસર કોર્સ હોવો જરૂરી છે. છતાં પણ સ્ટેશન ઓફિસર કોર્સ કર્યા વગર ના અધિકારીને ઇન્ટરવ્યુ માટે બોલાવવા માં આવ્યા છે. જે ખુબજ ગંભીર બાબત છે. જે ફાયર બ્રિગેડ ની કાર્યશૈલી ઉપર ખુબજ અસર કરશે , આ બાબત ની ગંભીર ભૂલ પ્રજા એ વેઠવું પડે તેવું લાગી રહ્યું છે. સ્ટેશન ઓફિસર કોર્સ કર્યા વગર ના અધિકારી સુરત જેવી તક્ષશિલા બની શકે તેવી ગંભીર દહેસત છે. આ બાબતે સરકાર શ્રી તથા મહાનગરપાલિકાના મુનસીપલ કમિશનરશ્રી તથા શહેરી વિકાસના ચીફ સેક્રેટરી આ બાબતે તાત્કાલિક ધ્યાન દોરી ને હા ભરતી પ્રક્રિયા તાત્કાલિક અસરથી મોકુફ રાખવી જોઈએ એવું સુત્રો મારફતે જણાવી આવે છે તથા ડિવિઝનલ ફાયર ઓફિસર ના ટેસ્ટ પણ ફાયરમેન જેવા જ રાખેલા છે જે ખુબજ ગંભીર બાબત છે, સુરત શહેરમાં તક્ષશિલા મા જે ફાયર થઈ તે વખતે ચીફ ફાયર ઓફિસર એ સ્ટેશન ઓફિસર કોર્સ નહીં કરેલ હોવાથી લાઇન ઓફ કન્ટ્રોલ નહિ કરી શકવાને કારણે ૨૨ બાળાઓએ આગમાં પોતાની જાન ગુમાવી હતી જે આજે પણ તેની યાદ ભુલાતી નથી તો શા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ આવી મોટી ભૂલ કરી રહ્યા છે? આ બાબતે ફાયર બ્રિગેડ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી એ પ્રજાને જવાબ આપવો રહ્યો. 50 વર્ષ પછી અમદાવાદ ફાયરબ્રિગેડે આવી મોટી ગંભીર ભૂલ કરી છે જે તાત્કાલિક અસરથી સુધારી નિયમ પ્રમાણે જગ્યાઓ બળવી જોઈએ