આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત નાજૂક*

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી વેન્ટિલેટર પર છે. તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. અને છેલ્લા 11 દિવસોથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું છે. તેઓ ઝડપથી સાજા થાય તે માટે મણિનગર ગાદી સંસ્થાન હેઠળના અમદાવાદ સહિત વિશ્વભરના મંદિરોમાં ધૂન થઈ રહી છે.