રાજકીય ટિપ્પણીઓ. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

રાજકીય ટિપ્પણી ઓ
1.બચ્યા કુચ્યા ક્રોગ્રેસી પૈકીના એક એવા અહેમદ પટેલે સાચા ખોટા પણ E. D. ના 128 સવાલોના જવાબ આપ્યા.પછી એમણે પરંપરાથી હટીને E. D. ને એક સવાલ પુછયો. પણ બિચારી E. D. એનો જવાબ ના આપી શકી.. એ કદાચ આ પ્રશ્ન હોઈ શકે..
“અમારુ રાજ આવે પછી તમારુ શુ થશે? ”
2. પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા લેતા શંકરસિંહ બાપુએ અહેમદ પટેલની ફોન ઉપર તબિયત પુછતા કહયૂ.. “કોરાના હોવા છતા મારા સાજા થવાની શક્યતા 100% છે..”
3.હમણા મારા એક ઉંચા ગજાના સંવાદલેખકને ફોન કર્યો…
“શાંતિ રાખ.. હુ હમણા સાહેબનુ લદાખ ખાતેનું પ્રવચન સાંભળી રહ્યો છુ.. એમાંથી અમને ધણું શીખવાનું મળે છે..” કહીને એમણે ફોન કટ કરી દીધો.
4.ગલવાન ધાટીમા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક સૈનિકને થોડુ ભાન આવતા એણે આંખો ખોલી. અને એ એકદમ ગભરાઈ ગયો..એને લાગ્યું કે તે સ્વર્ગમા આવી ગયો છે..
એણે ગભરાયેલા અવાજે કહયુ
” હુ ક્યા છુ ડોક્ટર સાહેબ.. આ સ્વર્ગ છે? “..
આ સ્વર્ગ જ છે સોલ્જર… સાહેબ તમારી ખબરઅંતર પૂછી લે પછી એટલે તમને પાછા હોસ્પિટલમાં લઈ જઈશુ.. અને હા બની શકે તો સાહેબ સામે હસતુ મ્હો રાખજો.. ફોટા વખતે તો ખાસ..ભલે માસ્ક પહેરેલો હોય શુ સમજયા?… ડોક્ટરે કહયુ.
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા