બહેનો માસ્ક પહેરીને અને સોસીયલ ડિસ્ટન્સ રાખીને પૂજા કરવા માર્ગદર્શન અપાયું.
જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નગરમાં વિવિધ મંદિરોમાં જે બ્રાહ્મણો સહિત પૂજા કરતી બેનોને માતા અપાયા.
રાજપીપળા,તા.4
રાજપીપળા કુવારી કન્યાઓ માટે ગૌરીવ્રત અને સૌભાગ્યવતી મહિલાઓ માટે પાંચ દિવસનું ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. જેમાં રાજપીપળાના મહાદેવ મંદિરમાં વહેલી સવારથી પૂજાની થાળી લઈને બહેનો પૂજા કરવા આવે છે. પણ મોટા ભાગની બહેનો પાસે માસ્ક ન હોવાથી માસ્ક વગર પૂજા કરવા આવતી તમામ બહેનો આજે વહેલી સવારે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નગરમાં વિવિધ મંદિરોમાં જઈ બ્રાહ્મણો સહિત પૂજા કરતી બહેનોને માસ્ક આપવામાં આવ્યા હતા. જેમાં જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપ અને ટ્રસ્ટી ઋજુતા જગતાપ વિવિધ શિવમંદિરો સંતોષ ચાર રસ્તા, રાજેન્દ્રનગર સોસાયટી ના રાજેશ્વર મહાદેવ મંદિર, કરજણ ઓવારાના વિશ્વેશ્વર મહાદેવ સહિત અન્ય શિવમંદિરોમાં આવેલી બહેનો ને તથા પૂજા કરાવનાર બ્રાહ્મણોને પણ 250 જેટલા માસ્કનું વિતરણ કરાયું હતું.
અને મંદિર ના ગર્ભગૃહ માં સોસીયલ ડિસ્ટન્સ સાથે પૂજા કરવા અને કોરોના સંક્રમણથી બચવા જરૂરી માર્ગદર્શન જ્યોતિબેનને અપાયું હતું.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.