*સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 156 દીકરીઓના જાજરમાન લગ્ન વિન્ટેજ કાર અને બગીમાં વરઘોડો નીકળ્યો*

જામકંડોરણામાં લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા છે.મંત્રી જયેશ રાદડિયાની આગેવાનીમાં આ છઠ્ઠો સમૂહલગ્ન સમારોહ છે. જેમાં 156 દીકીરીઓના શાહી લગ્ન યોજાયા આ સમૂહ લગ્નમાં 5 હજાર સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. તમામ દીકરીઓના લગ્ન રીતિ રિવાજ મુજબ કરવામાં આવી રહ્યા છે. વિન્ટેજ કારની બગીમાં વરઘોડો નીકળ્યો હતો.