મનિષ ખન્ના કુમકુમ ભાગ્યમાં જોડાયા.

~ પ્રસિદ્ધ ટીવી કલાકાર શોમાં એક રસપ્રદ વણાંકની સાથે કલાકારોની સાથે જોડાશે ~
લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના લોકો તેના સામાન્ય જીવનમાં આગળ વધી રહ્યા છે, ત્યારે ઝી
ટીવીના શોએ પણ તેમનું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને તેઓ તેમના ચહિતા કલાકારો જે તેમના ચહિતા ડિનર-
ટેબલના સાથી બની ગયા હતા, જેમના પ્રવાસની સાથે દર્શકો સાથે ફરીથી જોડાવા તયાર છે. કુમકુમ ભાગ્ય, જે
ચેનલના સૌથી ચહિતા શોમાંનો એક છે, તેને પણ તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને દર્શકો પણ ઉત્સાહપૂર્વક એ
જાણવા માટે રાહ જોઈ રહ્યા છે કે, રણબિર (ક્રિષ્ના કૌલ) અને પ્રાચી (મુગ્ધા ચાપેકર)ના જીવનમાં હવે શું થશે?
લોકડાઉન પહેલા એવું દર્શાવવામાં આવ્યું હતું કે, રણબિરે પ્રાચીની સામે તેના પ્રત્યેના પ્રેમને સ્વિકાર્યા બાદ, પ્રાચી
રણબિરથી દૂરી બનાવી રહી છે, પરંતુ તે પણ એ હકિકતને નકારી રહી છે કે, તે પણ પોતે તેને ચાહે છે. કારણકે તેને
માયાની સાથે લગ્ન કરવા માટે સગાઈ કરી રહ્યો છે! પરંતુ તેની દાદી દલજિત અને માતા પલ્લવી, રણબિર અને
પ્રાચીની કેમિસ્ટ્રી મોલમાં જૂએ છે અને તેઓ રણબિરની સગાઈ અત્યંત ટૂંકાગાળા દરમિયાન રોકવાનું નક્કી કરે છે?
નવા એપિસોડ પ્રસારિત થશે 13મી જુલાઈથી, તો હવે ખરેખર કંઈક રસપ્રદ વણાંક આવશે અને આવા જ એક
વાર્તામાં રસપ્રદ વણાંક આવશે, એક નવા કલાકાર દુષ્યંત સિંઘ ચૌબૈની સાથે, જે પાત્ર અન્ય કોઈ નહીં, પણ પ્રસિદ્ધ
ટીવી કલાકાર મનિષ ખન્ના કરી રહ્યા છે.
આ અનુભવી કલાકાર કુમકુમ ભાગ્યના કલાકારોની સાથે જોડવા માટે તૈયાર છે અને તે રણબિર અને પ્રાચીના જીવનને
હચમચાવશે. માયાના અંકલનું પાત્ર ભજવતા, તે રણબિર અને પ્રાચીના જીવનમાં ઘણી મુશ્કેલી ઉભી કરવાનો પ્રયત્ન
કરશે. તે એક નકારાત્મક પાત્ર ભજવી રહ્યા છે, મનિષ અહીં વાર્તામાં એક મહત્વનું પાત્ર ભજવી રહ્યા છે અને તે આ
શરૂઆત કરવા અત્યંત ઉત્સાહિત છે.
કુમકુમ ભાગ્યના કલાકારોની સાથે જોડવા અંગે જણાવતા મનિષ ખન્ના જણાવે છે, “કુમકુમ ભાગ્યએ ભારતીય
ટેલિવિઝનનો સૌથી પ્રસિદ્ધ શોમાંનો એક છે અને આ શોની સાથે જોડાવું એ મારા માટે ગર્વની વાત છે. ઝી ટીવી પર
ઇશ્ક સુભાન અલ્લાહ બાદ આ મારો સતત બીજું નકારાત્મક પાત્ર ઝી ટીવી પર છે અને મને ખાતરી છે કે, હું જે
વણાંક રણબિર અને પ્રાચીના જીવનમાં લાવીશ તેને દર્શકો માણશે. અમે પહેલાથી જ શૂટિંગ શરૂ કરી દીધું છે અને હું
ખરેખર ખૂબ જ ખુશ છું કે, હું સેટ પર પરત ફર્યો છું અને 13મી જુલાઈથી શોમાં શરૂ થતા નવા વણાંકને લાવવા માટે
હું રાહ નથી જોઈ શકતો.
મનિષ ખન્નાને એક અદ્દભુત વણાંકની સાથે રજૂ થતા જોવા માટે જૂઓ કુમકુમ ભાગ્ય, શરૂ થઈ રહ્યો છે, 13મીજુલાઈથી, ફક્ત ઝી ટીવી પર!