*લગ્નમાં અનેકને કોરોનાનો ચેપ લાગ્યો.વરરાજાનું મૃત્યુ*

પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા