*રાજ્ય સરકારે 8 બેઠકોની પેટા ચૂંટણી ધ્યાનમાં રાખીને આ 8 અધિકારીઓની કરી બદલી*
*********
*બંગાળ સરકારની જાહેરાત*
મમતા બેનર્જીએ આગામી 12 મહિના ફ્રી રાશન આપવાની જાહેરાત કરી, કહ્યું- અમારા અનાજની ગુણવત્તા કેન્દ્ર કરતા સારી હશે
***********
*GTUની પરીક્ષા મોકુફ રખાતા કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી*
જીટીયૂની પરીક્ષા મોકૂફ થતા એનએસયૂઆઈ અને કોંગ્રેસ દ્વારા ભારે ઉજવણી કરવામાં આવી છે. ફટાકડાં ફોડી તેમજ પેંડા ખવડાવી એનએસયૂઆઈના વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. રાજયમાં કોરોનાની પરિસ્થિતિ વચ્ચે પરીક્ષાને લઈને ભારે અમંસજસની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે NSUI અને કોંગ્રેસ દ્વારા સરકારને વારંવાર પરીક્ષા રદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી
************
*લો કોસ્ટ વેન્ટીલેટર ઓપરેટ*
સુરતની એક કંપનીએ આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઇને ફૂલ્લી ઓટોમેટિક વેન્ટિલેટર બનાવ્યું છે. સુરતની ડીઆરસી ટેકનો અને ઇન્નોવસીડ કંપનીએ મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્તમ ગુણવતા ધરાવતું લો કોસ્ટ વેન્ટિલેટર બનાવ્યું છે. જેમાં ઇન્ટરનેશનલ કંપનીના વેન્ટિલેટર જેવા જ ફીચર્સ ઉપલબ્ધ છે. 10 મીટર દૂરથી થશે ઓપરેટ આ વેન્ટિલેટરની ખાસિયત એ છે કે, ડોક્ટર 10 મીટર દૂર પોતાની કેબિનમાં બેસીને રિમોટના માધ્યમથી 10 જેટલા દર્દીઓના વેન્ટિલેટરને ઓપરેટ કરી શકે છે વેન્ટિલેટરની લેબેરેટરીમાં ચકાસણી થઈ છે અને તેને NABL માન્યતા ધરાવતી લેબેરોટરીથી પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. વેન્ટિલેટરનું વજન ત્રણ કિલો છે. ચાર મહિનામાં તૈયાર થયેલા આ વેન્ટિલેટરની કિંમત આશરે અઢી લાખ રૂપિયા છે.
*******
*પેટાચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરવુ ભાજપ માટે માથાનો દુ:ખાવો*
પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે કવાયત તેજ કરી છે. પરંતુ કેટલીક સીટ ભાજપ માટે જ માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. જેમાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરશે, તો કેટલીક સીટ પર ભાજપના જ નેતાઓ દાવેદારી નોંધાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
*******
*સરકાર ચાઈનીઝ ટેબલેટનું વિતરણ કરતા શિક્ષકો લાલઘૂમ*
ભલે ચાઈના પ્રોડકટનો વિરોધ થતો હોય, પરંતુ ખુદ સરકારના શિક્ષણ વિભાગે ચાઇનીઝ બનાવટના ટેબલેટનું વિતરણ કરતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી છે. છોટા ઉદેપુર જીલ્લાની વાત કરીએ તો 1200થી વધુ પ્રાથમિક શાળાઓ સહિત ગ્રાન્ટેડ શાળાઓના મુખ્ય શિક્ષકોને ચાઇનીઝ બનાવટના મોબાઈલ ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
********
*રાજકોટ RR સેલે કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી*
જામનગર જિલ્લાના બાલંભા ગામના ખારા વિસ્તારના ખરાબામાંથી કરોડોની કિંમતની ખનીજ ચોરી ઝડપી પાડી છે. રાજકોટ આરઆર સેલે અહીં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃતિ ચાલતી હોવાની માહિતી મળ્યા બાદ દરોડા પાડ્યા હતાં. રાજકોટ આરઆરસેલે મુદ્દામાલ સહિત અંદાજે દોઢ કરોડની ખનીજ ચોરી ઝડપી છે.
********
*પાનમ ડેમમાંથી 1316 કયુસેક પાણી છોડાયુ*
ગુજરાત રાજ્યનાં પંચમહાલ અને વણાકબોરી ડેમમાં પાણીની જરૂર હતી. જેના કારણે શહેરાના પાનમ ડેમમાં 1316 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વહીવટી તંત્ર દ્વારા પાનમ ડેમનો એક ગેટ ખોલીને 1316 ક્યુંસેક પાણી છોડવામાં આવ્યું છે. જોકે ડેમમા પાણી છોડતા નદી કાંઠા વિસ્તારના રહીશોને તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે.
********
*ભાજપમાં પણ કોંગ્રેસવાળી ટિકિટ માટે નેતાઓમાં ખેંચતાણ*
પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે કવાયત તો શરૂ કરી દીધી છે પરંતુ કેટલીક સીટ ભાજપ માટે જ માથાના દુખાવા સમાન બની ગઈ છે. જેમાં ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરશે તો કેટલીક સીટ પર ભાજપના જ નેતાઓ દાવેદારી નોંધાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
********
*ઉકાઈ ડેમમાં સપાટી 1 ફૂટ વધી*
સુરત. ઉકાઈ ડેમના કેચમેન્ટમાં આવેલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમમાં 22 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ગત રોજથી પાણીન આવક શરૂ થતા એક દિવસમાં સપાટીમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 318.60 ફૂટ નોંધાઈ છે.
**********
*પ્રાથમિક શિક્ષણ વિભાગે બહાર પાડ્યો પરિપત્ર*
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે રાજ્યની સ્કૂલોમાં ક્લાસરૂમ એજ્યુકેશન થતુ નથી અને હજુ ઓક્ટોબર સુધી ન થાય તેવી શકયતાછે ત્યારે આ વર્ષે પ્રથમ સત્રમાં પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવી પડે તેવી સ્થિતિ હોઈ હવે સરકારે આ વર્ષમાં પ્રથમ શિક્ષણ સત્ર માટે હોમ લર્નિંગ આધારીત મુલ્યાંકન કસોટીઓ લેવા પણ તૈયારી કરી છે.ઉપરાંત આવતીકાલે 1લી જુલાઈથી રાબેતામુજબ સ્કૂલો પૂર્ણ સમય માટે ચાલશે.દર વર્ષે 1લી જુલાઈથી જે રીતે સવારે 7:30થી બપોરના 12 વાગ્યા સુધી પૂર્ણ સમયે સરકારી સ્કૂલો ચાલે છે તે જ રીતે હવે આવતીકાલે 1લી જુલાઈથી સ્કૂલો પૂર્ણ સમય માટે ચાલશે અને હાલ 31 જુલાઈ સુધી આ રીતે ચલાવવા પરિપત્ર કરાયો છે.
**********
*વિશ્ર્વાસઘાત માફ નહીં કરે ભગવાન જગન્નાથ*
અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા નહીં યોજવાના હાઇ કોર્ટના આદેશ બાદ પણ સરકારે જાણી જોઇને આ મુદ્દે ઢીલું વલણ રાખ્યું હોવાના આક્ષેપો વચ્ચે અષાઢી બીજે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઇ શકી નહોતી. રથયાત્રાના મુદ્દે રોષે ભરાયેલા કેટલાક લોકોએ હવે ભાજપ સરકાર સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવીને એવો સૂત્રો લખાયાં છે કે, કર્યો વિશ્ર્વાસઘાત માફ નહીં કરે ભગવાન જગન્નાથ શહેરમાં જગન્નાથજીની રથયાત્રા રદ કરવાને મુદ્દે મંદિરના મહંતે પણ પોતાની સાથે વિશ્ર્વાસઘાત અને ભરોસો તોડવામાં આવ્યો હોવાના બળાપો કાઢીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો
***********
*અંબાજીમાં ઉપ-સરપંચ કલ્પનાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત*
અંબાજી: ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મોખરાનું તીર્થ સ્થળ માનવામાં આવે છે જ્યા થતી રાજનીતિના ચર્ચા રાજ્યભરમાં થતી હોય છે જોકે હાલ અંબાજીમાં ગ્રામ પંચાયત આવેલી છે જેને ગુજરાતની સૌથી મોટી પંચાયત માનવામાં આવે છે આ પંચાયતમાં કુલ 29 વોર્ડ હતા ને નવા સીમાંકન માં 18 વોર્ડ કરી દેવાયા છે ચાલુ તબક્કામાં જે ગ્રામ પંચાયતની બોડી હતી તેને લઈ અંબાજી વાસીઓને વિકાસના કામોને લઈ મોટી આશા બંધાઈ હતી પણ લોકોની આશા ઠગારી નીવડી
**********
*ભાજપ સરકાર ચીનથી વધુ આયાત કરે છે: રાહુલ*
નવી દિલ્હી: ભાજપ સરકાર ચીન પાસેથી વધુ આયાત કરતી હોવાનો આક્ષેપ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કર્યો હતો.રાહુલે ટ્વિટર પર જણાવ્યું હતું કે સત્ય છુપાતું નથી. ભાજપ મૅક ઇન ઇન્ડિયાની વાતો કરે છે, પણ ચીન પાસેથી માલ ખરીદે છે.રાહુલ વારંવાર ભાજપ સરકારની ટીકા કરી રહ્યો છે અને ટ્વિટર પર આવા આક્ષેપો અને વિધાનો કરતો રહે છે
***********
*અહેમદ પટેલના ઘેર જઇ ઇડી દ્વારા ફરી પૂછપરછ*
નવી દિલ્હી: સાંડેસરા બંધુ બૅંક ફ્રોડ અને મની લૉન્ડરિંગ કેસની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના તપાસકર્તાઓએ મંગળવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે જઇ પૂછપરછનો બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. ઇડીની ત્રણ સભ્યની ટીમ સવારે સાડા દસ કલાકે અહેમદ પટેલના દિલ્હીના નિવાસસ્થાને પહોંચી હતી. ટીમના સભ્યોએ માસ્ક અને ગ્લોવઝ પહેર્યા હતા. ૨૭ જૂનના રોજ પણ ઇડીની ટીમે અહેમદ પટેલની પૂછપરછ કરી હતી.
************
*સિંદૂર લગાવવાની ના પાડવાને મુદ્દે છૂટાછેડાને કોર્ટની મંજૂરી*
ગુવાહાતી: પરિણીત મહિલાએ સેંથામાં સિંદૂર પૂરવાની ના પાડી એનો અર્થ મહિલાને લગ્નસંબંધ સ્વીકાર્ય નથી, એમ નોંધતા ગુવાહાતી હાઇ કોર્ટે એક વ્યક્તિના છૂટાછેડાને મંજૂરી આપી હતી.પતિની અપીલ બાદ ન્યાયમૂર્તિ અજય લાંબા અને ન્યાયમૂર્તિ સૌમિત્રા સાકિયાની ડિવિઝન બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને રદ કરી પતિના છૂટાછેડા મંજૂર કર્યા હતા. ફેમિલી કોર્ટે સિંદૂર લગાવવાની ના પાડવાને મુદ્દે છૂટાછેડાની બાબતને ક્રૂર ગણાવી હતી
************
*રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી*
દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી
દમણ, દાદરા નગર હવેલી ,વલસાડ નવસારી, સુરત માં ભારે વરસાદ ની આગાહી અમદાવાદમાં સામાન્ય વરસાદ ની આગાહીમાછીમારોને દરિયો ન ખેડવા સૂચન
**********
*ફરીથી ઍગ્રેસીવ ટેસ્ટિંગ પર ભાર મુકાયો*
20000 જેટલી રેપીડ કીટ નો ઓર્ડર AMC દ્વારા આપવામાં આવ્યો હતો
શહેર નો પશ્ચિમ વિસ્તાર મા કેસ વધતા રેપીડ નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો રેપીડ કિટથી 30મિનિટમાં ટેસ્ટનું પરિણામ રોજના 1000 ટેસ્ટ રેપીડ કીટથી કરવામાં આવશે
***********
*ગણેશોત્સવ ગણેશોત્સવ બિગ અપડેટ*
કોરોનાને પગલે મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજા ગણેશ મંડળ દ્વારા આ વર્ષે . શ્રીજીની સ્થાપના નહિ કરવાનો નિર્ણય. 11 દિવસ સુધી બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ કરવામાં આવશે
*********
*સુધીરકુમાર મક્કડ ઉર્ફે ગોલ્ડન બાબાનું નિધન થયું*
પૂર્વ દિલ્હીના ગાંધીનગરના રહેવાસી સુધીરકુમાર મક્કડ ઉર્ફે ગોલ્ડન બાબાનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ ગોલ્ડન બાબાએ મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેની સારવાર એઈમ્સ ખાતે ચાલી રહી હતી. ગોલ્ડન બાબા હરિદ્વારના ઘણા અખાડાઓ સાથે સંકળાયેલા છે અને તેમની સામે ઘણા ગુનાહિત કેસ દાખલ હતા.
**********
*તમિલનાડુ: પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ, 6ના*
નેયવેલી પાવર પ્લાન્ટના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થવાના કારણે 6 લોકોનાં મોત થયા ચેન્નઈ તમિલનાડુ (Tamil Nadu)ના કુડ્ડાલોર જિલ્લા સ્થિત નેયવેલી પાવર પ્લાન્ટ (Neyveli Lignite power plant)ના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થવાના કારણે 6 લોકોનાં મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ 13 ઇજાગ્રસ્તોને NLC લિગ્નાઇટ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
**********
*સ્વામીનારાયણ મંદિરના ૧૧ સંતોને કોરોના*
અમદાવાદના સુપ્રસિદ્ધ એવા મણીનગર સ્વામીનારાયણ મંદિરમાં સેવા બજાવી રહેલા ૧૧ સંતોને કોરોનાની અસર થઈ છે. તમામ સંતો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.આ અંગે મણીનગર સ્વામીનારાયણ સંસ્થાનના સંતશ્રીએ જણાવ્યુ હતુ કે અન્ય સંતોને મંદિરની બાજુના જ મકાનમાં કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને સમગ્ર મંદિરને સેનેટાઇઝ કરવામાં આવ્યુ છે. મંદિરમાં દર્શન કરવા આવતા ભકતોના લીધે ચેપ લાગ્યો હશે. કોરોનાની સારવાર લઈ રહેલા તમામ સંતોની તબિયત હાલમાં સારી છે. ભકતો માટે મંદિરમાં પ્રવેશ માટે મનાઈ કરી દેવામાં આવી છે
**********
*ભાવ નગરમાં નકલી ડ્રાઇવિંગ લાઇસન્સનો પર્દાફાશ*
એસઓજીની ટીમે બે ઇસમોની કરી ધરપકડ પરીક્ષા વગર લર્નિંગ લાયસન્સ કાઢી આપતા હતા ડુપ્લીકેટ પ્રિન્ટ કાઢી લોકો પાસેથી પૈસા પડાવતા હતા
પોલીસે પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
**********
*ડફેર ગેંગના 4 આરોપી ઝડપાયા*
અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ સ્ત્રીનો વેશ ધારણ કરીને લૂંટ કરતા હતી ગેંગ વાહન ચાલકોને લલચાવી લૂંટ ચલાવી કરતા હતા મર્ડર
પોલીસે 3 જામનગરી બંદૂક અને બાઇક કબ્જે કરી
**********
*સુરત શહેરમાં પ્રાઇવેટ હોસ્પિટલના ડોકટરો સાથે મીટીંગ*
શહેરમાં કોરોના પોઝિટિવ કેસ નું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે આ પરિસ્થિતિ માં સંક્રમિત થયેલા લોકો ને હોમ બેઇઝ્ડ સારવાર આપી ઝડપથી સ્વસ્થ કરી શકાય તે માટે રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિની અધ્યક્ષતા માં શહેરના પ્રાઇવેટ હોસ્પિટલના ડોકટરો સાથે મીટીંગ કરવામાં આવી હતી.
**********
*ગાંધીનગરથી ઓનલાઇન વિડીયો કોન્ફરન્સ*
ના માધ્યમથી પંચમહાલ ખાતે જિલ્લા આયોજન મંડળના આશરે ૯૬૫.૩૦ લાખના કામો તથા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના આશરે ૧૪૩૭.૩૭ લાખના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામો મંજૂર કરવામાં આવેલ, જેમાં માન. પંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર અને હોદ્દેદારો હાજર હતા..
********