સામાન્ય જનતા લાઈનોમાં સેકાતા રહ્યા છે

સામાન્ય જનતા લાઈનોમાં સેકાતા રહ્યા છે અમદાવાદમાં નિકોલ વેક્સિનેશન સેન્ટર પર ભાજપનો ખેસ પહેરીને આવેલા લોકો તેમના સ્વજનોને રસી અપાવતા હોવાનો આક્ષેપ થતા સેન્ટર પર માથાકૂટ થઇ હતી. ભાજપના સ્થાનિક આગેવાનો તેમના સ્વજનોને લાઇનમાં ઉભા વગર જ વેક્સિન અપાવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. ભાજપનો ખેસ પહેરીને આવેલા લોકો તેમના સ્વજનોને વેક્સિન અપાવવાનું શરૂ કરતા લાઇનમાં ઉભેલા અન્ય લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.