લોકડાઉનના લીધે કોર્ટ કાર્યવાહી સ્થગિત થવાથી વકીલાતનો વ્યવસાય સાથે જોડાયેલા વકીલોની મુશ્કેલીમાં મુકાયા.
રાજપીપળા,તા.24
છેલ્લા 4 મહિનાથી કોરોના ને કારણે લોક ડાઉન ના લીધે કોર્ટ કાર્યવાહી સ્થગિત થવાથી વકીલાતનો વ્યવસાય સાથે જોડાયેલા વકીલોની મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે બંધ રહેલી નર્મદા જિલ્લા કોર્ટ તથા તાલુકા મથકે આવેલ કોર્ટ કાર્યવાહી શરૂ કરવા બાબતે નર્મદા જિલ્લા બાર એસોસિયેશન ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટની લેખિત રજૂઆત કરાઇ છે.
આ અંગે નર્મદા બાર એસોસીએશનના પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાકીદની બેઠકમાં સર્વાનુમતે રજૂઆત કરી છે. જેમાં ભારત દેશમાં કોરોનાની મહામારીના અનુસંધાનમાં દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરેલ ત્યાંથી ગુજરાત હાઇકોર્ટના તાબા હેઠળ આવેલ તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ તાલુકા કોર્ટ આજે પણ લોકડાઉનની સ્થિતિમાં છે. જ્યારે રાજ્યો અને કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ આવેલ તમામ વહીવટી કચેરી, રેવન્યુ કોર્ટ, બોર્ડ ઓફ નોમીનીઝ, ગ્રાહક સુરક્ષા કોર્ટ કાર્યરત થઇ ગયેલ છે જ્યારે ગુજરાત હાઇકોર્ટના તાબા હેઠળ આવેલી કોર્ટમાં ઇમરજન્સી કેસમાં જામીન અરજીઓ તેમજ મુદ્દામાલ અરજીઓની ફાયરિંગથી દાખલ કરવામાં આવે છે. છેલ્લા ચાર માસથી નર્મદાની સતત કોર્ટ કાર્યવાહી લોકડાઉનના લીધે સ્થગિત થવાથી વકીલાતનો વ્યવસાય સાથે જોડાયેલા વકીલો મુશ્કેલીમાં મુકાયા છે. વકીલોની મુશ્કેલી અને ભવિષ્યમાં કોર્ટમાં કેસોના ભારણને લગતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટના તાબા હેઠળ નહીં તમામ જિલ્લા મથક તેમજ તાલુકા મથક ની કોર્ટમાં તેમજ એડવાન્સ સ્ટાઇલથી પક્ષકારો વગર કોર્ટ શરૂ કરવાની માંગ કરી છે.
બાર નર્મદાના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના તમામે તમામ જિલ્લા તાલુકામાં કોરોના ની સ્થિતિ એકસરખી નથી. જેથી જિલ્લા તાલુકા પાસેથી અભિપ્રાય મંગાવી, કોરોના ની સ્થિતિનો અભ્યાસ કરી કોર્ટ શરૂ કરી શકાય એમ છે. અને શાળાઓ અને કોલેજો બંધ રહે, એ પરિસ્થિતિ સમજી શકાય કેમકે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પોતાનું ધ્યાન રાખવા પરિપક્વ હોતા નથી એટલે શાળા-કોલેજો બંધ રહે એ બરાબર છે. પરંતુ વકીલો પુખ્ત અને પરિપક્વ હોય છે. જેથી કરીને ઓડઇવન સ્ટાઇલ કે અન્ય કોઈપણ રીતે શરૂ કરી શકાય તેમ હોવાનું ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ ની લેખિત રજૂઆત કરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા