રાજપીપળા,તા.24
નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે ધીંગાણુ.
ઈલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લાઈન ખેંચવાના મામલે બોલાચાલી અને મારામારી થતા લાકડીઓ વડે હુમલો કરાયો હતો. આ મારામારી પ્રકરણમાં 2 ને ગંભીર ઈજા થતા સામ સામે 4 ઇસમો સામે આમલેથા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેમાં પ્રથમ ફરિયાદ આમલેથા પોલીસ મથકે ફરિયાદી મહેશભાઈ સનુભાઈ વસાવા( રહે, પ્રતાપપુરા) એ આરોપી બીપીનભાઈ નાગજીભાઈ વસાવા, આશાબેન બીપીનભાઈ વસાવા બંને ( રહે પ્રતાપરા) સામે ફરિયાદ કરવામાં આવી છે
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી મહેશભાઈના ખેતરમાં આવેલ ઈલેક્ટ્રીક થાંભલો આશરે ત્રણ માસ પહેલા જીઈબીના કર્મચારીઓ રોપી ગયા હતા. અને આ ઇલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લઈને જતા હતા,તે વખતે આરોપી બિપિનભાઈએ ફરિયાદી મહેશભાઈને જણાવેલ કે આતો અમારી હદની જમીનમાં છે, જેથી તમે તમારી હદમાં થાંભલો રોપાવી કનેક્શન લેવા બાબતે બોલાચાલી થતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને મહેશભાઈ તથા શહીદોને ગમેતેમ ગાળો બોલી મહેશભાઈ ને માથાના એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જ્યારે તમે બીજી ફરિયાદમાં ફરિયાદી બીપીનભાઈ નાગજીભાઈ વસાવા રહી પ્રતાપરા એ આરોપી મહેશભાઈ સોનુ ભાઈ વસાવા અંજનાબેન મહેશભાઈ વસાવા બંને રહે પ્રતાપપુરા સામે ફરિયાદ કરી છે ફરિયાદની વિગત મુજબ ફરિયાદી બીપીનભાઈ તથા આરોપીઓનું ખેતર આજુબાજુમાં આવેલો હોય અને ફરિયાદી બીપીનભાઈના ખેતરમાં આવેલ ઈલેક્ટ્રીક થાંભલાનું લાઈટ કનેક્શન બાબતે બોલાચાલી કરી લાકડીઓ વડે બીપીનભાઈને માથામાં ગંભીર ઇજાઓ કરી એકબીજાની મદદ કાર્ય કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ જ્યોતિ જગતાપ રાજપીપળા