આમ તો પતિ માત્ર દુઃખને પાત્ર એવું કહેવાય છે,
પણ બધા પતિઓ દુઃખી નથી હોતા. (અને હોય છે એ કંઈ કોઈ ને કહી નથી સકતા😔) હા, કેટલાક પતિઓ ખરેખર દુઃખી હોય છે. આવા દુઃખી પતિઓની એક આખી સંસ્થા ચાલે છે. એ સંસ્થા એટલે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ. આ સંસ્થાએ આજે અમદાવાદમાં પોતાના જન્મ દિવસ ભારે ધામધૂમથી ઉજવ્યો. પત્નીપીડિત પુરુષ આઝાદ દિવસની આ ઉજવણી સંસ્થાના સ્થાપક દશરથ દેવડાના નેજા હેઠળ કરવામાં આવી. બરાબર 21 વર્ષ પહેલાં 23મી જૂન, 1998ના રોજ આ સંસ્થા સ્થાપવામાં આવી હતી. એમ કહો કે હવે આ સંસ્થા પુખ્ત થઈ.
આ સંસ્થા આઈપીસીની કલમ 406-એ, 406, 306, 304-બી તથા 125 ભરણપોષણ, ધરેલુહિંસા વગેરે કલમોના આધારે કેટલીક મહિલાઓ દ્વારા પતિઓની થતી સતામણીનો વર્ષોથી આકરો વિરોધ કરે છે. તેમની દલીલ એવી છે કે કેટલીક કલમો એકપક્ષીય છે, જેનો ગેરલાભ લઈને સ્ત્રીઓ પતિઓને શારીરિક, આર્થિક, માનસિક રીતે હેરાન કરે છે. આ કલમે અનેક પુરુષો તથા તેમના પરિવાર નાં સભ્યોના જીવનને નર્ક જેવાં બનાવી દીધાં હોવાનું દશરથભાઈ આક્રોશ સાથે કહે છે. પોતાના ઉપરાંત તેમની પાસે એવાં અનેક ઉદાહરણો હાજર છે. આ સંસ્થા દુઃખી પતિઓને કોર્ટમાં લડતી વખતે તથા અન્ય રીતે સહયોગ આપે છે. આપણા સમાજમાં દુઃખી સ્ત્રીઓની વહારે તો તરત અનેક લોકો વહારે ધાય છે, પણ દુ-ખી પુરુષની પડખે તેની પત્ની સિવાય કોઈ ઊભું રહેતું નથી, તેમાંય જો પત્ની પોતે જ પતિને હેરાન કરે તો તો… 🤔 પતી જ ગયું સમજો..
અમે વર્ષો પહેલાં પહેલી વાર આ સંસ્થાની ઓફિસે ગયા હતા. (એ વખતે અમે પરણેલા જ હતા, પણ દુખીપતિ તરીકે 😔) અમે સંસ્થાના હોદ્દેદારો સાથે વાતચીત કરતા હતા એ વખતે એક પતિ મહોદય સંસ્થાના સભ્ય બનવા આવ્યા, પોતાની રજૂઆત કરતાં તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડ્યા. ધણા લોકો અે ઘણી મહિલા સંસ્થામાં મહિલાઓને અથવા આજુબાજુ રડતી જોવાનું બન્યું હશે, પણ એક પુરુષને આ રીતે તૂટી ગયેલો પહેલી વખત જોએલો. એ જ દિવસે આ સંસ્થા વિશે મેં મારાં બા (માતા)ને વાત કરી તો તે માને જ નહિ, તે કહે આવી સંસ્થા તો હોતી જ હશે મેં કહ્યું તેમાં 90, 000 હજાર થી વધારે સભ્યો છે, જેમાં નિવૃત આર્મીમેન છે, પોલીસ અધિકારીઓ છે, થોડા વકીલો છે.. મેં હસતાં હસતાં એમ પણ કહેલું કે બા, આ બધા તો હિંમતવાળા, બાકી મારા જેવા એવા ઘણાય હશે કે તેમની અંદરથી તો સભ્ય બનવાની ઘણીય ઈચ્છા થાય પણ એટલી હિંમત હોવી જોઈએ ને…!!!
આ સંસ્થા પર જર્મનીથી એક સરદાર વાચકનો ઈમેઈલ આવેલો. તેમણે આ સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવીને તેને આર્થિક સહયોગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.. અમને થયું હતું કે વિશ્વના ખૂણે ખૂણે દુઃખી પતિઓ છે..
હસવાની વાત છોડીએ.. એ સાવ જ સાચું છે કે ભારતમાં સદીઓથી સ્ત્રીઓ પર અત્યાચાર થતા આવ્યા છે અને આજે પણ થાય છે. સાથે સાથે એ પણ હકીકત છે કે ઘણી સ્ત્રીઓ પુરુષોને પણ હેરાન કરતી હોય છે, તેમના પર અત્યાચાર કરતી હોય છે. કાયદાનો ટેકો લઈને પુરુષોને તંગ કરવાવાળી બહેનો પણ હોય છે. જો સમાજમાં બહેનોનું સમર્થન કરતી ઘણી સંસ્થાઓ હોય તો એકાદ સંસ્થા પુરુષો માટે પણ હોવી જોઈએ.
(આ વાંચ્યા પછી કોઈને આ સંસ્થાના સભ્ય થવાનું મન થયું હોય અને તે માટેની હિમત પણ હોય તો તમે સંસ્થાના પ્રમુખ દશરથ દેવડા સાહેબનો 9925834516 પર સંપર્ક કરી શકો. ભગવાન તમારું ભલું કરે…)🙏