ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતભાઈ સોલંકી અત્યારે નવલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ.

જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે ભરતભાઈ સોલંકી કોરોના ની ટ્રીટમેન્ટ માટે બરોડા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા ગઈકાલે સાંજે એમની સ્થિતિ થોડીક નાજૂક થતાં તાત્કાલિક ધોરણે અમદાવાદ ખાતે આવેલ સિમ્સ હોસ્પિટલ ની અંદર ખસેડાયા હતા.

સિમ્સ હોસ્પિટલ ના ડોક્ટરોની સઘન તપાસ બાદ તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

દિવસ દરમિયાન એમની સ્થિતિ સારી રહી હતી. છાતીના સીટીસ્કેન ની અંદર કોરોના ના લક્ષણ હોવાનું નિદાન કરવામાં આવ્યું અને તે પ્રમાણે એમની અત્યારે આઈસીયુમાં સંપૂર્ણ સારવાર ચાલી રહી છે.

હાલમાં એમને હાઈ ફલો ઓક્સીજન (BIPAP) પર રાખવામાં આવ્યા છે અને તેની સાથે ઓક્સિજનનું પ્રમાણ મેન્ટેન કરી રહ્યા છે તમને કોરોના વાયરસ ની ટ્રીટમેન્ટ માં વપરાતા tocilizumab and remedesvir injection પણ આપવામાં આવ્યા છે
—- CIMS hospital