એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી – એક જાગૃત નાગરીક
આરોપી – જયદીપસિંહ ધીરૂભાઇ. પઢેરીયા,હે.કો.,વર્ગ-૩,ઘાટલોડીયા પો.સ્ટે.,અમદાવાદ
ગુનો બન્યા : તા.૧૬/૧૧/૨૦૨૨
ગુનાનુ સ્થળ :- રિલાયન્સ મોલની આગળ,જાહેર રોડ પર,એસ. જી. હાઇ-વે ,અમદાવાદ.
લાંચની માંગણીની રકમ :- રૂ.૬૫,૦૦૦/-(અંકે રૂપિયા પાંસઠ હજાર પૂરા)
લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૬૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૬૫,૦૦૦/-
ગુનાની ટુંક વિગત :-
આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીના બે એક્ટીવા દારુનાં કેસમાં જમા નહીં લેવા તેમજ દારુનાં કેસમાં ફરીયાદીશ્રીના ભાઇ તથા એક માણસને જવા દેવા અને ફરીયાદીશ્રીનું નામ નહીં બતાવવા આરોપીએ ફરીયાદીશ્રી પાસેથી રૂ.૬૫૦૦૦/- ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એ.સી.બી.નો સંપર્ક કરી, આજરોજ ફરીયાદ આપતા ફરિયાદીશ્રીની ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવતા, આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં રૂ.૬૫૦૦૦/- સ્વીકારી લાંચનાં છટકા દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
નોંધ: આરોપી ને એસીબી એ ડીટેન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે
ટ્રેપ કરનાર અધિકારી :- શ્રી સી.જી.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર
અમદાવાદ શહેર. એ.સી.બી.પો.સ્ટે., તથા ટીમ.
સુપર વિઝન અધિકારી :-
શ્રી કે.બી.ચુડાસમા મદદનીશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ.