એક વિશાળ કહી શકાય એવી વાતાનુકૂલિન ગુફામા ડાકુઓની ટોળકી ગાયકોના વૃંદ ઉપર આફરીન હતી. લગભગ કરોડો રુપિયા એમની ઉપર ઉડાવી રહ્યા હતા.. કલાકારો બહુ ખુશ હતા.. ત્યારે જતી વખતના વંદન વખતે પણ છોટે સરકારે જે સિરપાવ આપ્યો એનાથી મુખ્ય ગાયકની આંખમાં આંસુ આવી ગયા..
“કહયુ સરદાર આટલુ ન આપશો.. હવે અમારાથી ઉંચકી શકાય તેમ જ નથી..” આ સાંભળીને છોટેને ચાનક ચઢી.. અને કરોડો રુપિયાની પાછી લ્હાણી કરી દીધી
બધાએ અડ્ડામાથી વિદાય લીધી બધા એકમૈક સામે જોઈને હરખાય રહયા. ખુબ જ ખુશ હતા.. માંડ એકાદ કિલોમીટર કાપ્યુ હશે ત્યાં જ ભડાકો થયો.
આખીયે ડાકુ ટોળકી કલાકારોનો મારગ વચાળે ઊભી હતી…
” જે હોય તે બધુ અહી મૂકીને હાલતીના થાવ… નકર..”
મોટા સરદારે આ વાક્ય ઈરાદાપૂર્વક અધૂરું મુકી દીધુ અને ગાયકવૃંદે પોતાની પાસે જે કાંઇ પણ હતુ બધુ ડાકુઓને આપી દીધુ.. પણ છોટે સરદાર હજી પણ આ ગાયકવૃંદને ટિકીટિકીને જોઈ રહ્યો હતો..
“શુ જુએ છે છૌટે?”
” મોટા કપડા હજી બાકી છે. ” છોટે એ કહ્યુ. અચાનક મોટા સરદારની સંવેદના જાગી…
“ના છોટે અત્યારે જવા દે.. જરુર પડશે તો ફરી બોલાવી લઈશુ..”
ગાયકો પાસે પોતાના કપડા અને આંસુ શિવાય કશૂય બચ્યુ નહોતુ.. એણે ડરતા ડરતા સરદારને કહ્યુ “એક પ્રશ્ન પુછૂ સરદાર?”
“પૂછો.. “સરદારે કહ્યુ.
” લઈ જ લેવુ હતૂ તો આપ્યુ શુ કામ?”
“આપવુ અમારી મોજ છૈ અને લૂંટવુ અમારો ધંધો.. શુ સમજયા.. “કહીને બંને સરદાર હસી પડયા..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા