વૃક્ષની આડશેથી એક વેગવાન બાણ સનનનન્ કરતુ આવ્યુ અને સુગ્રીવની છાતી ઉપર ગદા પ્રહાર કરતા વાલીના મર્મસ્થળને ભેદીને જતુ રહ્યુ.. કપાયેલા વૃક્ષની જેમ વાલી આંખના પલકારામાં ધરાશાયી થઇ ગયો.. બધા સ્તબ્ધ થઇ ગયા.. વાલી પોતાના ધાવ અને જીવલેણ બાણને ઓળખી ચૂક્યો હતો.. વૃક્ષની ઓથેથી સંતાયેલા શ્રીરામ પ્રગટ થયા.. વાલીએ પોતાનુ શોણિત રોકવાની લેશમાત્ર ચિંતા કર્યા વગર શ્રીરામને વંદન કર્યા..અને કહયુ
” પ્રભુ. દરેક યુગમા આ રીતે જે મારો અંત થાય..”
શ્રીરામ થૌડા મૂંઝાયા… પછી કહયુ તથાસ્તૂ…
લક્ષ્મણે કહયુ “દરેક યુગમા દરેક વખતે વાલીવધ?કેવી રીતે સંપન્ન થશે? જવાબ મા શ્રીરામ મર્માળુ હસ્યા.. અને કહ્યુ.. હુ આવતા યુગમા શિક્ષણસંસ્થો ખોલીશ..જેની આડશે મે તારો અંત કર્યો એ વૃક્ષો વિધ્યાર્થીઓ બનશે..
પ્રિય હનુમાન તમે શિક્ષકો બનજો.. જેથી તમે અમને ઊંચકી શકો.. સૂગ્રીવ તમે સરકાર બનજો જેથી અમે તમને પાર્ટી ફંડ આપી શકીએ…
” પ્રભુ મને શુ બનાવશો..? વાલીએ ડચકતા અવાજે કહ્યુ”
“તુ તો વાલી જ રહીશ મૂર્ખ ..” કહીને ભગવાન રામ પૂનઃ મર્માળુ હસ્યા.. પછી વાલીને ત્યા જ તડપતો રહ્યો.. હજી સુધી તડપ્યા કરે છે..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા