*જામનગર જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો* 

*જામનગર જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો*

જામનગર સંજીવ રાજપૂત: લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મતદાન કરવા અંગેના મહાપર્વમાં ભાગ લેવા માટે દરેક નાગરીકો ઉત્સાહભેર અવનવા કાર્યક્રમોમાં સહભાગી બની રહ્યાં છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની આંગણવાડીઓમાં મહેંદી સ્પર્ધા અને રંગોળી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જામજોધપુર વિધાનસભામાં મતવિસ્તારમાં સમાવિષ્ટ આંગણવાડી કેન્દ્રો જેમાં બાલવા, પરડવા, સમાણા તેમજ વિવિધ ગામડાઓમાં કિશોરીઓ, માતાઓ, બહેનો દ્વારા મતદાન જાગૃતિ અંગેના સુત્રોની મહેંદી મૂકીને અચૂક મતદાન કરવા અંગે મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મહિલાઓએ “વોટ ફોર બેટર”, “હું મતદાન કરીશ જ”, “મતદાન મેરા અધિકાર”, “7 મે મતદાન દિવસ” સહિતનાં સ્લોગન સાથે મહેંદી મૂકી પોતાના પરિવારજનો તથા અન્ય ગામલોકોને મતદાન કરવા પ્રેરિત કર્યાં હતાં. તેમજ રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી.

*+++++*