અબુધાબી થી અમદાવાદ આવતી એક મહિલા પેસેન્જરની એરપોર્ટ કસ્ટમ્સે તપાસ કરતાં સેનેટરી પેડમાં રૂ.49 લાખનું સોનું છુપાવીને લાવેલી મહિલા પકડાઈ

 

એરપોર્ટ પર છેલ્લા 10 દિવસમાં સોનાની દાણચોરીનો આ ત્રીજો કેસ પકડાયો છે

અબુધાબીથી અમદાવાદ આવતી એક મહિલા પેસેન્જરની એરપોર્ટ કસ્ટમ્સે તપાસ કરતાં સેનેટરી પેડમાં સોનાની પેસ્ટ સંતાડી હોવાનું પકડાયું હતું. મહિલા પેસેન્જરે 736.36 ગ્રામ સોનું છુપાવ્યું હતું. જેની કિંમત અંદાજે 49 લાખ થાય છે. એરપોર્ટ પર છેલ્લા 10 દિવસમાં સોનાની દાણચોરીનો આ ત્રીજો કેસ પકડાયો છે. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે, પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે, કસ્ટમના અધિકારીઓએ મહિલાને સોનાની દાણચોરી માટે શંકાસ્પદની યાદીમાં મૂકી હતી. શુક્રવારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાં તેની તપાસ કરવામાં આવી હતી. મહિલાએ 24 કેરેટનું શુદ્ધ સોનું પેસ્ટ સ્વરૂપે સેનેટરી પેડમાં સંતાડ્યું હતું. કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં મહિલાની પૂછપરછ ચાલી રહી છે. સોનાની ડિલીવરી માટે કેટલું કમિશન મળવાનું હતું, સોનું કોને આપવાનું હતું, તેને અગાઉ અમદાવાદ એરપોર્ટનો ઉપયોગ કર્યો છે કે કેમ? સહિતની બાબતો જાણવા હાલ વિગતે તપાસ કરાઈ રહી છે.