અંકલેશ્વર રાજપીપળા ડેપોની બસો સેલંબા સુધી નહીં જતાં હાલાકી. લોકડાઉન ખુલ્યા બાદ બસો દેડીયાપાડા સુધી દોડી શક્તી હોય તો સાગબારા સેલંબા સુધી કેમ નહિ ?

અહીં ખાનગી વાહનચાલકો તગડું વસૂલી મુસાફરો સાથે લૂંટ ચલાવી રહ્યા છે.
કોરોના મહામારીના પગલે બંધ કરાયેલી બસો લોકડાઉન ખુલ્યા બાદ પણ સાગબારા સેલંબા સુધી નહીં દોડાવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં ખાનગી વાહનચાલકો તગડું વસૂલી મુસારો સાથે લૂંટ ચલાવી રહ્યા છે, છતાં પોલીસ પ્રેરક બની કેમ છે. 25 માર્ચ બાદ આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવાતાં ગુજરાત એસટી નિગમની બસો પણ બંધ કરી દેવાઈ હતી, હવે જ્યારે લોકડાઉનને ખોલી દેવામાં આવ્યું છે, ત્યારે માત્ર દેડીયાપાડા સુધી જ બસો દોડાવી ને સાગબારા તાલુકાના અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના રોષ મુસાફરો કરી રહ્યા છે.
મુસાફરો ના જણાવ્યા અનુસાર અંકલેશ્વર થી હાલ દેડીયાપાડા સુધી દર કલાકે બસો દોડી રહી છે. જ્યારે સાગબારા સેલંબા સુધી બસો નહીં દોડાવીને તાલુકાની જનતાને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેનો ફાયદો ખાનગી વાહનચાલકો ઉઠાવી રહે છે. અંકલેશ્વર નું ભાડું 200 રૂપિયા જેટલું વસુલી રહ્યા છે. છતાં પોલીસ માત્ર તમાશો જોઇ રહી છે. ને જનતા ધોળે દિવસે લૂંટ રહી છે.
હાલો સાગબારા સેલંબા સુધી એક માત્ર નવસારી ડેપોની નવસારી અકલકુવા બસ સિવાય કોઈ જ બસ દોડી રહી નથી. તેમ જ દેડીયાપાડા ની નાની બેડવાણ ખાતે સુરત નાની બેડવાણ બસ પણ તોળાઇ રહી છે, જો સુરત, નવસારી ડેપોની બસો દોડાવી રહી છે. તો પછી અંકલેશ્વર,રાજપીપળા, વડોદરા ડેપો ની બસો કેમ નહીં ?
ગુજરાતની બસો મહારાષ્ટ્રમાં જતી નથી તો શું સાગબારા સેલંબા સુધી પણ ન દોડાવી શકાય જો લોકડાઉન ખુલ્યા બાદ બસો દેડીયાપાડા સુધી દોડાવી શકાય ? જો લોકડાઉન ખુલ્યા બાદ બસો દેડીયાપાડા સુધી દોડી શક્તી હોય તો સાગબારા સેલંબા સુધી કેમ નહીં ? સાગબારા તાલુકામાં આ બાબતે હાલ લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા