રાજ્યસભાની ચૂંટણીમાં જ્યાં તોડજોડ નું કારણ રાજકારણ શરૂ. બીટીપી હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ.

મારે કોઇ પક્ષ સાથે વાત થઇ નથી. મારા પ્રશ્નો હલ કરવા કોઈ તૈયાર નથી છોટુભાઈ વસાવા.
રાજ્યસભા મુદ્દે અમારા સ્ટેન્ડ ક્લિયર નથી.મત ની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે.
બંને પક્ષ બીટીપીને પોતાના તરફ વોટિંગ કરાવવા માટે રાજ્યસભાની ચૂંટણી મુદ્દે છોટુભાઈ વસાવા નું નિવેદન સામે આવ્યું છે.
રાજપીપળા,તા.11
રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દોડ જોડેલું રાજકારણ જોર પકડતું જઈ રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાની જમાવટ સાથે રાજ્ય સભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 19 મી જૂને થી થનારી ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે મહત્વના સાબિત થાય તેવી શક્યતાઓ વધી છે, ત્યારે બીટીપી હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. બે મહિના પહેલા પણ બીટીપી કયા પક્ષે વોટિંગ કરશે તે મુદ્દો ચર્ચાયો હતો. બંને પક્ષે બીટીપીને પોતાના તરફ વોટીંગ કરાવવા માટે પોતાની તરફ ખેંચી રહ્યા છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી મુદ્દે બીટીપીના છોટુભાઈ વસાવા નું નિવેદન સામે આવ્યું છે.
તેઓએ કેટલીક સ્પષ્ટતા કરી છે.છોટુ ભાઈ વસાવા એ વાતચીતમાં કહ્યું કે, મારે કોઈ પક્ષ સાથે વાત થઇ નથી. મારા પ્રશ્ર્નો હલ કરવા કોઈ તૈયાર નથી. તો બીજી તરફ, કોંગી નેતાઓને છોટુ ભાઈ વસાવા એ વળતો જવાબ આપ્યો કે, આદિવાસીઓના પ્રશ્નો કોંગ્રેસે ડેમ બનાવીને ઉભા કર્યા છે. કોંગ્રેસ સરકારમાં 1962થી આદિવાસીના વિસ્થાપનનો પ્રશ્ન ઉઠ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ત્યારથી પણ આ પ્રશ્નનો બાબતે બોલ્યા નહિ. રાજ્યસભા ચૂંટણી મુદ્દે તેઓએ કહ્યું કે, રાજ્ય સભા મુદ્દે અમારું સ્ટેન્ડ ક્લિયર નથી. મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં હુકમનો એક્કો બીટીપી ગણાશે. બીટીપી ના બે ધારાસભ્યો જેને મત આપશે એમના ઉમેદવારની જીત નિશ્ચિત જોવાઈ રહી છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 19 જૂન ના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યમાં ધારાસભ્યો ની સંખ્યા જોતા ભાજપ અને કોંગ્રેસના ફાળે બેઠકો આવે તેવી સ્થિતિ હતી. પણ ચૂંટણી પહેલાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામા આપી દેતા, કોંગ્રેસની હાલત કફોડી બની છે. કોંગ્રેસના ધારાસભ્યોને હાલ વિવિધ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. રાજ્ય સભામાં કોંગ્રેસ એક બેઠક ગુમાવે તેવી સંભાવના છે. અને ભાજપના ત્રણ ઉમેદવારો વિજેતા બની રાજ્યસભામાં જાય તેમ છે. આવા સંજોગોમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં એક-એક મત અંકે આવે કરવા ભાજપ કોંગ્રેસ કમર કસી રહ્યા છે. ત્યારે બે મત ધરાવતા બીટીપીના મત પણ બાજી બદલી શકે છે.
ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ પર નજર નાખવામાં આવે અત્યારે વિધાનસભામાં 172 ધારાસભ્યો છે. આ પૈકી 103 ભાજપાના, 65 કોંગ્રેસના, 2 ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપી અને 1 એનસીપીના છે. ગણતરી પ્રમાણે એક ઉમેદવારને જીતાડવા 35 મત જોઈએ. ભાજપ પાસે પોતાના 103 ધારાસભ્ય છે, એનસીપી આમ તો ભાજપને મત આપશે તેવું કહેવાય છે. પણ એનસીપીએ મેન્ડલ કોંગ્રેસ ને આપ્યું છે. પણ ધારાસભ્ય કાંધલ જાડેજા કોંગ્રેસને જ મત આપશે કેમ તે પ્રશ્ન છે.
ભાજપ પાસે 103 મત છે, ત્યારે ત્રણ ઉમેદવારોને જીતાડવા માટે 105 મત જરૂરી છે કોંગ્રેસના 65 ઉપરાંત બે મત બીટીપી અને એક અપક્ષ એમ 68 મત થાય તો પણ બીજી કસમકસ ની થાય તેવા સંજોગો હોવાથી બીટીપી ના બે મત મેળવી ભાજપ કોંગ્રેસ માટે મહત્વના છે.
બીજી તરફ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સર્વેસર્વા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા એ હજી તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું નથી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા