નર્મદા સહિત ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થતાં સોશિયલ મીડિયામાં વોર જામ્યું .

સમર્થકોએ સોશિયલ મીડિયામાં જનતાએ ભાજપની કેમ જીતાડ્યા તેની કોમેન્ટ મૂકી.
રાજપીપળા,તા.3
નર્મદા સહિત ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થતા સોશિયલ મીડિયામાં આખો દિવસ વર જામ્યું હતું.જેમાં સમર્થકોએ સોશિયલ મીડિયામાં જનતાએ ભાજપને કેમ જીતાડ્યા તેની કોમેન્ટ મૂકી હતી. જેવી કે કરોડો ખેડૂતોના સપનાઓને મળી પાંખ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી ખેડૂતોને આર્થિક સહાયતા તો મળી જ પણ, સાથે ગ્રામ્ય અર્થવ્યવસ્થા મજબૂત થઈ, મા અમૃતમ કાડૅ આપી લાખો પરીવારને દેવાદાર બનતા અટકાવી 5લાખ સુધીની સારવાર તદન ફ્રી આપનાર પાર્ટી ને જ મત અપાય. ગાય આધારિત ખેતી કરવા ગયોને સાચવવા માટે રાહત કરનાર સરકારને મારો મત હોઈ શકે.
ઝઘડિયા અને દેડીયાપાડા જેવા વિસ્તાર મા છેલ્લા 15વર્ષ થી કોગ્રેસ શાસન હોવાથી કોઇ પણ વિકાસ ના કાર્યો થયા નથી. માટે એકવાર ભાજપ ની સરકાર લાવી વિકાસ ના ભાગીદાર બનાવવાની મતદારોને ફરજ પડી.
ઘરે ઘરે રાંધણ ગેસ અને 5 લાખ સુધી ની મફત સારવાર આપી, તો પછી કેમ ભૂલાય કમળ ને ? નિરાધાર માણસો ને પેન્સન અને 24 કલાક વિજળી આપી તો પછી કેમ ભૂલાય કમળ ને ?દિકરીઓ ને મફત મા શિક્ષણ અને મફત બસમાં મુસાફરી પાસ પણ આપ્યો તો ભાજપ સરકારે ગામડે ગામડે આંગણવાડી.. શેરીએ શેરીએ રોડ આવ્યા.ખેડુતો માટે 12 રૂ.મા 2લાખ રૂ. નો વિમો મલ્યો.
ખેતરે ખેતર પાણી પહોંચાડ્યુ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીએ..જે પ્રધાનમંત્રી એ દુનિયામાં ડંકો વગાડ્યો છે ભારત નો અને કેમ ભૂલાય., 56 છાતીવાળા એ 24 કલાક મા પાકિસ્તાનની હવા કાઢી ને અભિનંદન ને જીવતો પાછો ભારત મા લાવ્યો, ચીન ને પાકિસ્તાન ને આંખ મા આંખ નાખી ને જવાબ આપવા વાળો પ્રધાનમંત્રી મળ્યો છે.સર્જીકલ સ્ટ્રાઈક કરી ભારતની શક્તિ બતાવી છે. તો કેમ ભુલાય કમળને ..??
મારો મત માતા અને નવજાત શિશુને ઘર સુધી પહોંચાડવા માટે ખિલખિલાટ એમ્બ્યુલન્સ ચાલુ કરનાર સરકારને..મારો મત નાગરિકતા સંશોધન કાયદા થકી વિશ્વભરના હિંદુઓ ને ભારતમાં શરણ આપનાર સરકારને જ..મારો મત રખડતાં પશુઓ ની સારવાર અર્થે કરુણા એનિમલ એમ્બ્યુલ્સ ચાલુ કરનાર સંવેદનશીલ સરકારને. મારો મત, લાખો ગરીબ, વંચિત ,પીડિત, અને મધ્યમ વર્ગ પરિવારોને મા અમૃતમ યોજના નો સીધો લાભ આપનાર સરકારને..રામમંદિર બનાવ્યું અને 370 ની કલમ હટાવી આવા ઐતિહાસિક નિર્ણય દેશહિત માં લીધા પછી જંગી બહુમતથી ભાજપને જીત અપાવવી મતદાનની ફરજ હતી .
આ વખતે ભાજપના ઉમેદવાર નહીં પણ ભાજપનો પ્રત્યેક કાર્ય કરતાં ચૂંટણી લડયો હતો મતદારે વિકાસને મત આપ્યો છે એટલે જ ભાજપની જીત થઈ છે

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા