ધોરાજીમાં એક તરફ વરસાદી માહોલ છે ત્યારે ઓછા વરસાદમાં પણ રોડ પર સતત પાણી ભરાયેલા જોવા મળે છે ત્યારે ધોરાજીની ભૂગર્ભ ગટરોના ઢાંકણામાંથી ગટરોના પાણીનું રેલમછેલ થઈ રહ્યું છે અને આવા ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાની શક્યતાઓ વધી જાય છે ત્યારે ધોરાજીની જનતા વહેલી તકે જવાબદાર તંત્ર આવી ગટરોના ગંદા પાણીને બંધ કરે તેવી માંગ કરી રહી છે તેમજ આ ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ન મળે તે અંગે પણ તંત્ર વહેલી તકે પગલા લે તે જરૂરી છે.
[અહેવાલ રશમીનભાઈ ગાંધી]