ધોરણ10નુ નર્મદા જિલ્લાનું પરિણામ 61.01 % આવ્યું ગત વર્ષ કરતાં 5.55% પરિણામ ઘટયું.

પ્રણવ વિધ્યાલય નો આદિવાસી વિધ્યાર્થી માર્મિક વસાવા જિલ્લામા પ્રથમરાજ્યના 34 જિલ્લા માંથી નર્મદા જિલ્લો 13 મા ક્રમે આવ્યો.સૌથી ઓછું પરિણામ દેડીયાપાડા કેન્દ્રનું 44. 75% અને સૌથી વધુ પરિણામ ઉમરવા કેન્દ્રનું 79.71% પરિણામ.6782 પૈકી નર્મદાના 4138 વિદ્યાર્થીઓ પાસ થયા.એ વન ગ્રેડમાં માત્ર 3 વિદ્યાર્થીઓ, જ્યારે એ 2 ગ્રેડમાં 62 વિદ્યાર્થીઓ આવ્યા.30 ટકાથી ઓછા પરિણામવાળી કુલ 19 શાળાઓની ગ્રાન્ટ કપાઈ જશે.7 શાળાઓનું પરિણામ 100% આવ્યું.રાજપીપળા, તા. 9આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ10 ઓનલાઇન પરિણામ જાહેર થયું હતું.જેમાં ધોરણ10નુ નર્મદા જિલ્લાનું પરિણામ 61.01 % આવ્યું હતું.ગત વર્ષ કરતાં 5.55% ઓછું આવતા પરિણામ ઘટયું હતું ધોરણ 10 પરિણામમાં રાજ્યના 34 જિલ્લા માંથી નર્મદા જિલ્લો 13 મા નંબરે આવ્યો હતો .
જેમાં સૌથી ઓછું પરિણામ દેડીયાપાડા કેન્દ્રનું 44. 75% અને સૌથી વધુ પરિણામ ઉમરવા કેન્દ્રનું 79.71% પરિણામ આવ્યું છે. નર્મદા માં કુલ નર્મદા જિલ્લાનું પરિણામ મા કુલ 6782 પૈકી એ વન ગ્રેડમાં માત્ર 3 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે એ 2 ગ્રેડમાં 62, બી વન ગ્રેડ માં 237, બી ટુ ગ્રેડમાં 645, સી વન ગ્રેડમાં 1,465, સીટુ ગ્રેડમાં 1,470, ડી ગ્રેડમાં 253, ઈ વન ગ્રેડમાં 1380 અને ઈ 2 ગ્રેડમાં 1264 વિદ્યાર્થીઓ આવ્યા છે. જેમાં કુલ 4138 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
કેન્દ્ર પરિણામ જોતા દેડીયાપાડા કેન્દ્રમાં 829 વિદ્યાર્થીઓ પૈકી 371 વિદ્યાર્થીઓ પાસ થતાં દેડીયાપાડા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 44.75 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 8.06 ટકા ઓછું આવ્યું છે, જ્યારે રાજપીપળા કેન્દ્રમાં 1,467 વિદ્યાર્થીઓ પૈકી 763 વિદ્યાર્થીઓ પાસ થતાં રાજપીપળા કેન્દ્રનું પરિણામ 52.01 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 0.44 ટકા વધુ આવ્યું છે. તિલકવાડા કેન્દ્રમાં 415 વિદ્યાર્થીઓ પૈકી 248 વિદ્યાર્થીઓ પાસ થતાં તિલકવાડા કેન્દ્રનું પરિણામ 59.76% આવ્યું છે. જે ગત વર્ષ કરતા 9.70 ટકા ઓછું આવ્યું છે. સાગબારા કેન્દ્રમાં પરિણામ 590 વિદ્યાર્થીઓ પૈકી 404 વિદ્યાર્થીઓ પાસ થતાં સાગબારા કેન્દ્રનું પરિણામ 68.47 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 2.31 ટકા ઓછું આવ્યું છે. કેવડીયા કેન્દ્રમાં 149 વિદ્યાર્થીઓ પૈકી 91 વિદ્યાર્થીઓ પાસ થતાં કેવડીયા કેન્દ્રનું પરિણામ 61.97 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 15.19 ટકા વધારે આવ્યું છે. નિવાલ્દા કેન્દ્રમાં 271 વિદ્યાર્થીઓ પૈકી 150 વિદ્યાર્થીઓ પાસ થતાં નિવાલ્દા કેન્દ્રનું પરિણામ 55.35 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 9.23 ટકા ઓછું આવ્યું છે. પ્રતાપનગર કેન્દ્રમાં 267 વિદ્યાર્થીઓ પૈકી 206 વિદ્યાર્થીઓ પાસ થતાં પ્રતાપનગર કેન્દ્રનું પરિણામ 78.15 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 9.14 ટકા ઓછું આવ્યું છે. છે.સેલંબા કેન્દ્રમાં 569 વિદ્યાર્થીઓ પૈકી 368 વિદ્યાર્થીઓ પાસ થતાં સેલંબા કેન્દ્રનું પરિણામ 64. 67 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 15.14 ટકા ઓછું આવ્યું છે. માંગરોળ કેન્દ્રમાં 392 વિદ્યાર્થીઓ પૈકી 304 વિદ્યાર્થીઓ પાસ થતાં માંગરોળ કેન્દ્રનું પરિણામ 77.55 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 4. 53 ટકા ઓછું આવ્યું છે. ગરુડેશ્વર કેન્દ્રમાં 488 વિદ્યાર્થીઓ પૈકી 271 વિદ્યાર્થીઓ પાસ થતાં ગરુડેશ્વર કેન્દ્રનું પરિણામ 55.33 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 23.64 ટકા ઓછું આવ્યું છે. જુના મોઝદા કેન્દ્રમાં 194 વિદ્યાર્થીઓ પૈકી 117 વિદ્યાર્થીઓ પાસ થતાં જુનામોઝદા કેન્દ્રનું પરિણામ 60.31 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 2.34 ટકા ઓછું આવ્યું છે. ઉમરવા કેન્દ્રમાં 344 વિદ્યાર્થીઓ પૈકી 257 વિદ્યાર્થીઓ પાસ થતાં પ્રતાપનગર કેન્દ્રનું પરિણામ 79.71 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 11.08 ટકા ઓછું આવ્યું છે.
ઉતાવળી કેન્દ્રમાં 264 વિદ્યાર્થીઓ પૈકી 177 વિદ્યાર્થીઓ પાસ થતાં ઉતાવળી કેન્દ્રનું પરિણામ 67.05 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 0.11 ટકા ઓછું આવ્યું છે. વાડવા કેન્દ્રમાં 266 વિદ્યાર્થીઓ પૈકી 199 વિદ્યાર્થીઓ પાસ થતાં પ્રતાપનગર કેન્દ્રનું પરિણામ 74.18 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 3.71 ટકા ઓછું આવ્યું છે. છે. જ્યારે બોરીયા કેન્દ્રમાં 337 વિદ્યાર્થીઓ પૈકી 260 વિદ્યાર્થીઓ પાસ થતાં બોરિયા કેન્દ્રનું પરિણામ 77.15 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 3.48 ટકા ઓછું આવ્યું છે.
ગત વર્ષ કરતા 5.55 ટકા પરિણામ ઓછુ આવ્યું હતું, નર્મદા રાજ્યમા 13 મા ક્રમે આવ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષના નર્મદાના પરિણામ જોતા 2018 માં નર્મદા નું પરિણામ 60.79 ટકા આવ્યો હતો, ત્યારબાદ 2019માં ગત વર્ષે 66.56 ટકા પરિણામ આવતા 5.77 ટકા પરિણામ વધ્યું હતું, જેની સામે આ વર્ષે 2020 માં નર્મદા નું પરિણામ 61.01 ટકા આવતા, ગત વર્ષ કરતાં 5.55 ટકા પરિણામ ઓછુ આવ્યું હતું,નર્મદા રાજ્યમાં 13મા ક્રમે આવ્યો છે.
30 ટકાથી ઓછા પરિણામવાળી કુલ 19 શાળાઓ ની ગ્રાન્ટ કપાઈ જશે.
9 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું.
નર્મદામાં 10 ટકા થી ઓછા પરિણામવાળી કુલ 4 શાળાઓ આવી છે, જ્યારે 11 થી 20 ટકા વાળી 3, શાળાઓ 21 થી 30 ટકા વાળી 12 શાળાઓ આવતા 30 ટકા થી ઓછા પરિણામવાળી કુલ 19 શાળા આવી છે.આ 19 શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવતા આ તમામ શાળાઓનું ગ્રાન્ટ કપાઈ જશે. ગત વર્ષે 17 શાળાઓ હતી, આ વર્ષે બેનો વધારો થયો છે, જ્યારે નવ શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. ગત વર્ષ કરતાં 100 ટકા પરિણામવાળી 7 શાળાઓ હતી, જેમાં આ વર્ષે 2 નો વધારો નોંધાયો છે.

િ

પોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા