ધોરાજીમાં લોકડાઉન બાદ અનલોકના પહેલા જ તબક્કામાં તમામ મંદિરો ખોલવામાં આવ્યા.

લોકડાઉનના કારણે ઘણા સમયથી દેશના તમામ મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ આજે અનલોક-૧ના પહેલા જ તબક્કામાં ધોરાજીમાં નાના-મોટા દરેક મંદિરો ખુલતા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા જો કે મંદિર તંત્ર દ્રારા સોશ્યલ ડીસ્ટન્સ સંપૂર્ણ પણે જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ તંત્ર દ્રારા સેનેટાઈઝિંગ સહિતની કામગીરીઓ કરવામાં આવી હતી જો કે મંદિરોમાં માત્ર દર્શન જ શુરૂ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે મંદિરોમાં તમામ ભક્તોએ ફરજીયાત માસ્ક પહેરીને જ જવું પડશે.

અહેવાલ. રશમીનભાઈ ગાંધી.