દલખાણીયા (ગીર) દિવાળીબેન ભીલ દિવાળીબેન પુંજાભાઈ ભીલ અથવા દિવાળીબેન પુંજાભાઈ લાઠીયા. એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતા ગાયક હતા. તે ફિલ્મી ગીતો માટે પણ જાણીતા હતા.
જન્મની વિગત જૂન ૨, ૧૯૪૩
મૃત્યુની વિગત મે ૧૯, ૨૦૧૬ જુનાગઢ, ગુજરાત
નાગરીકતા.ભારતીય
વ્યવસાય- પાર્શ્વ ગાયક, લોકગીત ગાયક.
વતન- જુનાગઢ ગુજરાત.
ધર્મ – હિંદુ
માતા-પિતા મોંઘીબેન – પુંજા ભાઈ
જન્મ અને પ્રારંભિક જીવન – તેમનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો. દિવાળીબેન ૯ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલવેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા. શરૂઆતમાં એમણે નર્સને ઘરે રસોઈ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી.
એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું, અને એ પછી એમણે ફરી ક્યારેય પણ લગ્ન કર્યા ન હતા.
હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડિંગ કર્યું હતું. એ માટે એમણે પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી એમણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયક તરીકે પણ કાર્ય કરેલ છે. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કર્યા છે.
૧૯૯૦માં એમને ભારત સરકારના પદ્મશ્રી સન્માન વડે નવાજવામાં આવ્યા હતા.
લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ ૧૯ મે ૨૦૧૬ના રોજ થયું હતું.