બળવાખોર નેતાઓથી ભાજપ ત્રસ્ત : આ બેઠક પર નુકશાન થવાના એંધાણ
કોંગ્રેસને ફાયદો થવાની મોટી શક્યતાઓ : સત્યજીત ગાયકવાડ
ભાજપના મત તુટવા શક્યતા
ગુજરાતની વાઘોડિયા બેઠક પર ભાજપના બે બળવાખોરો નેતા બન્યા BJP માટે માથાનો દુખાવો કરા રહ્યા છે. આ બંને બળવાખોરો નેતાઓએ દાવો કર્યો છે કે જો પાર્ટી જીતશે તો તેઓ તેને સમર્થન આપશે. અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા બળવાખોરોના દાવાઓ વચ્ચે સત્તાધારી પક્ષના સત્તાવાર ઉમેદવાર માટે જીતનો માર્ગ ખુબ મુશ્કેલ બની ગયો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ માટે મુશ્કેલ ઉભી કરી છે. શ્રીવાસ્તવના સ્થાને ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના મત તુટવા શક્યતા
શ્રીવાસ્તવની સાથે સાથે ભાજપના પૂર્વ નેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બળવાખોર બનીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોવાથી સ્પર્ધા રસપ્રદ બની છે. શ્રીવાસ્તવ અને વાઘેલા બંને “દબંગ અને બાહુબલી” નેતાની છબી ધરાવે છે. ભાજપે તેના સત્તાવાર ઉમેદવાર પટેલ પાછળ તમામ તાકાત લગાવી દીધી હોવા છતાં મતો તુટવા મોટી શક્યતાઓ છે. પ્રમાણમાં મજબૂત વર્ચસ્વ ધરાવતા પટેલ માટે બહુકોણીય જંગમાં હરીફાઈનો સામનો કરવો પડશે કારણ કે આ બે બન્ને બળવાખોરો સિવાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સામે મજબૂત રીતે સામનો કરવાનો છે.
બળવાખોરોથી અમને 10 થી 15 ટકા મતોનું નુકશાન થશે : ઉત્સવ પરીખ
વડોદરામાં ભાજપ કિસાન મોરચાના મહામંત્રી ઉત્સવભાઈ પરીખે મીડિયાને જણાવ્યું હતું કે, “ ઉમેદવાર કરતાં વધુ ભાજપ મહત્ત્વપૂર્ણ છે અને અમે સત્તાવાર ઉમેદવારની જીત માટે સંપુર્ણ પ્રયાસ પર ધ્યાન આપી રહ્યા છીએ.” જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, વાઘોડિયામાં 65 બેઠકો છે જેમાથી 50 ટકા ક્ષત્રિય મતદારો છે જે 50 ટકા ભાજપને જ મત આપતા આવ્યા છે. “બળવાખોરોથી અમને 10 થી 15 ટકા મતોનું નુકશાન થશે.” પરંતુ અમને જીતનો વિશ્વાસ છે.”
કોંગ્રેસને ફાયદો થવાની મોટી શક્યતાઓ : સત્યજીત ગાયકવાડ
બીજી તરફ કોંગ્રેસ પણ ઉત્સાહમા છે. વડોદરાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડે જણાવ્યું હતું કે મધુ ગાયકવાડને 2017માં 60,000 જેટલા મત મળ્યા હતા જ્યારે 1.10 લાખ મત તેમના વિરોધમાં પડ્યા હતા. આ પરિસ્થિતિથી અમને ફાયદો થવાની ગણતરી છે. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપના મતોના તુટવાથી કોંગ્રેસને ફાયદો થશે અને AAP ને માત્ર 1,500 મત મળવાની શક્યતા છે.
મધુ શ્રીવાસ્તવના પુત્રએ કહી મહત્વની વાત
મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે કહ્યું કે તેમના પિતા ખુબ મોટો સમુદાય ધરાવતા નેતા છે અને તેઓ સાતમી વખત જીતવાનો વિશ્વાસ ધરાવે છે. (ચૂંટણી) ચિન્હથી કોઈ ફરક પડતો નથી. લોકોનું કામ અને તેમનું કલ્યાણ તેમના માટે મહત્વપૂર્ણ છે અને તેઓ લોકોનું કામ કરવાનું ચાલુ રાખશે. તેઓ અપક્ષ તરીકે ઉભા છે કારણ કે લોકો ઈચ્છતા હતા કે તેઓ ચૂંટણી લડે અને જનતાએ તેમને જીતની ખાતરી આપી છે. 2022ની ચૂંટણીમાં તેમની જીત નક્કી છે.