પોતાના સગા ફૂઆની અંતેષ્ટિમા હાજરી આપીને હુ ઘરે આવ્યો.. ઘરના બરામદામાંજ કપડા બદલ્યા. કટિસ્નાન કર્યુ..મને જોતા જ બાએ કહયુ
“આવી ગયો ભ’ ઈ ફૂઆને વળાવીને..” બાની આંખો હજી સૂકાઈ નહોતી.. ”
” હા બા.. “મે થાકેલા અવાજે કહયુ..
” લાકડે કોણ કોણ આયુ’તુ? “પંચોતેર વર્ષે પણ બાની ઉત્સુકતા અડીખમ હતી..
” જવા દે ને બા.. તેર માણસોય નહોતા.. . ”
” કેમ એમનુ કુંટુબ તો બહોળુ છે.. બાઐ કહયુ.
“અરે એમના સગા ભત્રિજા નહોતા આવ્યા આ કોરોનાની બીકે.. પછી બિજાની શુ વાત…” મે કટુ સ્વરે કહ્યુ.
” હા પણ તારા ફૂંઆ ધણા ભાગશાળી.. એમના છોકરાની છોકરીનું લગ્ન જોઈ ગયા.. લાગે કે શ્રૂતિનુ લગ્ન જોવા જ રોકાય ગયા હતા..”
“હા બા.. ભાગશાળી તો ખરા…ને હું પણ તો ભાગશાળી.. “મે કહયુ.
” કેમ વાકું બોલે છે.. “બા તૂર્ત જ મારો ટોન ઓળખી ગયા..
” નહી તો શુ બા.. લગનમા આપણે પચાસની ગણતરી નહોતા અને અત્યારે સીધા તેરની ગણતરી મા આવી ગયા.. ” બાએ જાણે કશુય ન સાંભળ્યુ હોય તેવો ડોળ કરી બંધ આંખે માળા ફેરવવા બેસી ગયા..