જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1922 થઇ

નર્મદા જિલ્લામાં આજે વધુ 04 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 30865 વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ:

રાજપીપલા,તા11

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે વધુ 6
04કેસ નોંધાયા છે. જેમા

નાંદોદ મા જીતગઢ ગામે એક કેસ,તિલક વાડામા વાસણ ગામે બે કેસઅને રાજપીપળા મા શેખ ફળિયા ખાતે એક કેસનોંધાયો છે.
જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1922 નોંધાવા પામી છે.

કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 991 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-1907 દરદીઓને રજા આપવામાં આવી છે.
આજે RTPCR ટેસ્ટમાં 12અનેટ્રુ નેટ મા 2 કેસ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 258 સહિત કુલ272ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લા આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-30865 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 11દરદીઓ, તાવના 09 દરદીઓ, ઝાડાના 13 દરદીઓ સહિત કુલ-33 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1000790 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 903863 લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર:જ્યોતિ જગતાપ, રાજપીપળા