બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
બે દિવસ બાદ રામગઢ અને રાજપીપળા ને જોડતો બેસી ગયેલો કરજણ પુલ ત્રીજે દિવસે આજથી સદન્તર બંધ કરાયો
દ્વિચક્રી નાના વાહનો માટે પણ પુલ બંધ કરાયો
પુલનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરાયુ
ફોર વીલર અને ભારે વાહનોની અવરજવર બંધ થતા પ્રજાની હાલાકી વધી
હવે વાહનોને 10કિમિ નો ફેરો ફરવો પડશે
રાજપીપલા, તા 22
રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણનદી પરનોપુલ વચ્ચેથી બેસી જતા અમારા સમાચાર અહેવાલ બાદ નર્મદા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે ગઈ કાલે રેલિંગ લગાવીને પુલ બંધ કર્યો હતો જેમાં ફોર વિલર મોટાં વાહનોની અવરજવર બન્ધ કરાઈ હતી. અને દ્વિ ચક્રી નાના વાહનો ચાલુ રખાયા હતા. પણ આજથી તૂટેલા ભાગનું સમારકામ શરૂ કરાતા આજથી તમામ વાહનોની અવરજવર માટે આ પુલ આજથી બન્ધ કરી દેવામાં આવ્યો હતો.
આજે રેલિંગ લગાવી કાર્યપાલક ઇજનેરમાર્ગ મકાનના બાંધકામ વિભાગે બોર્ડ મારી બ્રીજનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી આ પુલ વાહનવ્યવહાર માટે બંધ કર્યો હોવાની સત્તવાર જાહેરાત કરતા આ પુલ બંધ થઈ ગયો હતો.
રાજપીપલા, રામગઢ સહીત આજુબાજુના 10 ગામો માટે આશીર્વાદરૂપ પુરવાર થયેલ આ પુલ બંધ થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. અને હવે લોકોને 10કિમિ નો ફેરો ફરવાનો વારો આવ્યો હતો.
જોકે માંડ છ મહિના પહેલા લોકાર્પણ વગર ચાલુ કરી દેવાયેલ પુલ ને 6 મહિનામાં જ બંધ કરી દેવાનો વારો આવતા આ પુલના તકલાદી કામો અંગે અનેક સવાલો ઉઠ્યા હતા. જેની તટસ્થ ન્યાયિક તપાસની માંગ પ્રજાએ કરી છે.
હાલ ત્રણ પિલ્લરોને નુકશાન થતા જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બની
બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યોછે વધુ બે પિલ્લરોને નુકશાન થતા જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બની હતી. અને બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યોહતો.
ટૂંકા ગાળામાં જ વચ્ચેથી બેન્ડ વળી ગયેલો અને વચ્ચેથી બેસી ગયેલા પુલના બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયાં.
હતા.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા