વિશ્વ પર્યાવરણ દિવસ 2020

૧૯૭૨માં યુનાઇટેડ નેશન્સના આશ્રય હેઠળ પર્યાવરણીય સમસ્યાઓ પર પહેલી મોટી પરિષદ, સ્ટોકહોમ (સ્વિડન)માં ૫-૧૬ જૂનથી યોજાઈ હતી. તેનું મુખ્ય લક્ષ્ય માનવ પર્યાવરણને સાચવવા અને વધારવાની સાથે ઊભા થયેલા કે ઉભા થનાર પડકારને કેવી રીતે દૂર કરવા તેના પર એક સામાન્ય દૃષ્ટિકોણ બનાવવાનું હતું. તે પછીના વર્ષે ૧૯૭૩માં ૧૫ ડિસેમ્બરના રોજ જનરલ એસેન્લીએ ઠરાવ કરીને ૫ મી જૂનને વૈશ્વિક પર્યાવરણ દિવસ તરીકે નક્કી કરીને વિશ્વની પર્યાવરણ નિમિત્તે ચોક્કસ કાર્યવાહી કરવાની | વિનંતી કરી. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી, પર્યાવરણ સંરક્ષણ અને વૃદ્ધિ માટે વિશ્વવ્યાપી પ્રવૃત્તિઓ હાથ ધરવી તેવું નક્કી કરવામાં આવ્યું. આ વિશ્વ પર્યાવરણ દિન ઉજવવા માટે નો મુખ્ય હેતુ તંદુરસ્ત પર્યાવરણ મહત્વ વિશે વૈશ્વિક જાગરૂકતા વધારવી, પ્રકૃતિ અને પૃથ્વી ની સુરક્ષા માટે કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરીને વિવિધ પર્યાવરણીય મુદ્દાઓને ઉકેલવા જેથી બધા જીવો માટે સકારાત્મક અને સ્વસ્થ વાતાવરણનું સર્જન થાય.સચિન મહેતા