વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત આ આધાર-મોડેલનો પ્રોપર્ટીકાર્ડની યોજના તૈયાર કરી હતી. તે રવિવારે લોન્ચ થશે.દેશમાં જમીન સહિતની રીયલ એસ્ટેટ, પ્રોપર્ટીનો કોઈ એક સમાનરેકોર્ડ મોજૂદ નથી. ખેતી સહિતની જમીનનો કે પછી આવાસો તથા મિલ્કતોમાં રાજય આધારીત પોર્ટલ છે પણ કોઈ દસ્તાવેજ આખરી છે કે કેમ તે જાણકારી પણ ઉપલબ્ધ નથી. શ્રી મોદી એક વર્ચ્યુઅલ કાર્યક્રમ છે અને 763 ગામોના 132,000 મિલ્કત ધારકોને તેમના ઘરમાં જ આ પ્રોપર્ટી કાર્ડ આપવાના કાર્યક્રમ શરૂ કરશે. આ સાથે મિલ્કતના માલિકીપણામાં એક નવી પારદર્શક સીસ્ટમ શરૂ થશે. આધારકાર્ડની મારફત આ કાર્ડની ચીપમાં મિલ્કતની તમામ હીસ્ટ્રી હશે અને બેન્કો તેના આધારે મોર્ટગેજ ડીડ કરી શકશે અને મિલ્કતના ખરીદ વેચાણની પ્રક્રિયા પણ સરળ બનશે અને મિલ્કતનો વિવાદમાં કમી આવશે.