સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા

સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા દેશની જાણીતી ફાર્મા કંપની બાયોકોનનાં ચેરમેન કિરણ મજમુદાર શોએ દેશમાં કોવિડ-19ની વેક્સિનની અછત પર ચિંતા વ્યક્ત કરતા તેની ઉપલબ્ધતા અંગે પારદર્શક્તા વર્તવાની સરકારને માંગ કરી છે. દેશનાં ઘણા રાજ્ય કોરોનાની વેક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે. મજૂમદાર-શોએ આરોગ્ય મંત્રાલયને ટેગ કરીને ટ્વીટ કરી, ‘આ બાબત અંગે હું ચિંતિત શું કે વેક્સિનનો પુરવઠો ઓછો કેમ છે, આરોગ્ય મંત્રાલય શું અમે એ જાણી શકીએ કે દર મહિને 7 કરોડ વેક્સિનનો ડોઝ આખરે ક્યાં જાય છે?. તેના પુરવઠાનાં ટાઇમ પત્રકને જાહેર કરવામાં આવે, તો લોકો ધીરજપુર્વક તેની રાહ જોઇ શકે છે