આપણે સૌ જાણીએ છીએ તેમ 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। 1974થી 5મી જૂને સંયુક્ત રાષ્ટ્રની પ્રેરણા દ્વારા આખા વિશ્વમાં પર્યાવરણ માટેની જાગૃત્તા અને સાકરાત્મક પગલાં લેવા માટે આ દિવસે દર વર્ષે પર્યાવરણને સંલગ્ન (થીમ)વિષયને ધ્યાનમાં લઈને કામ કરવામાં આવે છે. વર્ષ 2020માં પણ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે… “ટાઈમ ફોર નેચર”- જેનો સાદો ગુજરાતી અર્થ થાય છે ” પ્રકૃતિ માટે સમય”
આવી થીમ જોઈને વિચાર તો આવે કે શું આપણે પ્રકૃતિને ભૂલી ગયા છીએ? શું આપણે પ્રકૃતિને નથી સાચવતા ? શું ઉદેશ્ય હશે આવી થીમ રાખવા પાછળ!!
કેહવત છે ને કે “प्रकृति: रक्षति रक्षिता” એનો ભાવર્થ થાય છે પ્રકૃતિનું રક્ષણ કરીશું, તો જ આપણું રક્ષણ થશે. આ વર્ષની વિશ્વ પર્યાવરણની થીમ અને આ કેહવત મને બહુ સ્પર્શી ગઈ કારણકે પૃથ્વી પરના દરેક જીવનો જીવવાનો સમાન અધિકાર છે અને એ જીવ નાના માઇક્રો કદના હોય કે વિશાળ કદના હોય.
આપણે નાના હતા ત્યારે વિજ્ઞાનમાં આહાર શુંખલા આવતી જેમાં સૂર્યપ્રકાશની હાજરી માં વનસ્પતિ ખોરાક બનાવે, તે વનસ્પતિને તૃણાહારી આરોગે, તૃણાહારીનું માંસાહારી ભક્ષણ કરે અને માંસાહારીના મૃતદેહનો નાના જીવાણુઓ નાશ કરે. આમ પ્રકૃતિની શ્રુંખલા ચાલયાં કરે આ બધાએ વાંચ્યું, જોયું અને અનુભવ્યું પણ. શું અત્યારે આ શૃંખલા એમ જ ચાલે છે? આપણી ભૂલ કે જાણી જોઈ કરાયેલી સાજિશથી પ્રકૃતિની આહાર શૃંખલામાં વિક્ષેપ આવે અને જેનાથી શું પરિણામ આવે છે …
1. વધુ પડતા પેસ્ટીસાઇડના ઉપયોગથી અમુક શુક્ષ્મ જીવ નાશવંત
2. ઘણી વૃક્ષોની પ્રજાતિ નાશવંત
3. ઘણા પશુ પક્ષીઓ નાશવંત
4. આબોહવા -વાતાવરણમાં અચાનક ફેરફાર , વગેરે…
આ બધા પરની હાનિકારક અસર પાછળ આપણી માનવજાતની ગતિવિધિ જ છે જેમ કે –
1. આડેધડ અને અણસમજુ વિધીથી (હવા, પાણી, જમીન,અવાજ, e -કચરાનું ) પ્રદુષણનો વધારો કરવો
2. આપણી આળસ (shortcuts) અને માત્ર દેખાડા માટે વધુ પડતી કુત્રિમ જીવનશૈલી
3. આપણે માત્ર આપણા જ અસ્તિત્વનું વિચારીને અન્ય જીવ સાથે દુર્વ્યવહાર – હાલમાં જ ગર્ભવતી હાથીણી સાથે જે થયુ તેની નોંધ લેવાઈ પણ રોજના હજારો જીવ સાથે આપણા અણસમજુ પગલાંથી નાશ પામે છે તે માટે ક્યારેય કલ્પના પણ કરી???
કોરોનાના ડરને લીધે આપણે સૌ ઘરમાં હતા અને જેનાથી બીજા સજીવોને જીવન જીવવાની આઝાદી મળી, વાતાવરણ શુદ્ધ બન્યું અને પ્રદુષણ ઘટ્યું સાથે ઓઝોનના ગાબડાંને સાંધી નાંખ્યું। માત્ર આપણને જ જીવવાનો અધિકાર નથી જીવ સૃષ્ટિના તમામ જીવને જીવનનો આનંદ લેવાનો અધિકાર છે. એટલે જ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે ટાઈમ ફોર નેચર – આવો આપણે જેટલી ભૂતકાળમાં ભૂલ કરીને પ્રકૃતિને અને તેના અન્ય જીવો માટે મુશ્કેલી કરી છે તેનો પસ્તાવો કરી હવે ભૂલ સુધારી લઈએ, વધુ ને વધુ પ્રકૃતિ તરફ જઇએ અને તેની માટે જેટલા પણ સકારત્મક પગલાં લેવા પડે તે લઈએ …..
આપ સૌને વિશ્વ્ પર્યાવરણ દિવસની શુભેચ્છા અને વધુ પ્રકૃતિને પ્રેમ આપી શકો તે માટે ઈશ્વરને પ્રાર્થના,
પ્રિયંકા જોષી ભટ્ટ