*જામનગર ફાયરના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ સાધનોનું મેન્ટેનન્સ તથા નિરીક્ષણ કરાયું*

જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકાની ફાયર અને ઈમરજન્સી સર્વિસ દ્વારા વરસાદી સીઝનની પૂર્વ તૈયારી તેમજ હાલમાં વાવાઝોડાની શક્યતાને ધ્યાને રાખી રેસ્ક્યુને લગતા સાધનો વગેરેનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવામાં આવી હતી.જેમાં રેસ્ક્યુ વાહન, બોટ, એમ્બ્યુલન્સ, પેટ્રોલ વુડન કટર, ઇલેક્ટ્રીક વુડન કટર, એર બેગ, બોટ એન્જીન, પરાઈ, રસા, લાઈફ જેકેટ, રીગ બોયા, કેમેરા સર્ચ રેસ્ક્યુ, લાઈટ ટાવર, હાઇડ્રોલિક ટુલ્સ, એર લિફટીંગ બેગ, બોલ્ટ કટર સહિતના સાધનોનું ચીફ ફાયર ઓફિસર શ્રી કે.કે.બીશ્નોઈ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી સી.એસ.પાંડયન, સ્ટેશન ઓફિસર શ્રી જસ્મિન ભેંસદળીયા, શ્રી જયંતિ ડામોર, શ્રી રાકેશ ઘોઘારી, ઉમેશ ગામેતી, સજુભા જાડેજા, સંદીપ પંડ્યા, ઉપેન્દ્ર સુમડ, કે.કે.મહેતા સહિતના અધિકારીઓની ઉપસ્થિત માં નિરીક્ષણ કરાયું હતું.