બોલિવુડમાં ધક ધક ગર્લ’ તરીકે ઓળખ મેળવનાર માધુરી દીક્ષિત નો જન્મ 15મી મે, 1967 ના રોજ થયો હતો.

બોલિવુડમાં ધક ધક ગર્લ’ તરીકે ઓળખ મેળવનાર માધુરી દીક્ષિત નો જન્મ 15મી મે, 1967 ના રોજ થયો હતો. માધુરી પોતાના સમય દરમિયાન સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. માધુરીને સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પણ નવાજવામાં આવી

માધુરી દીક્ષિતનું મૂળ વતન મુંબઇ છે. તેનો જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

તેમના માતા પિતા શંકર અને સ્નેહલતા દીક્ષિત છે. માધુરી દીક્ષિત ડિવાઇન ચાઇલ્ડ હાઈસ્કૂલ અને મુંબઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તેમણે કથ્થક નૃત્યની તાલીમ લીધી છે.

માધુરી ફક્ત અભિનેત્રી જ નહી, પરંતુ ઉત્તમ નૃત્યાંગના તરીકે પણ જાણીતી છે.