એન્જિનયરિંગ (Engineering), એમબીએ (MBA), એમસીએ, આર્કિટેક્ચર, ફાર્મસી, હોટલ મેનેજમેન્ટ, અપ્લાઈડ આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવા પ્રોફેશનલ કોર્સનો અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે જ્યાં સુધી લોકડાઉન (Lockdown) ખતમ ન થઈ જાય ત્યાં સુધી તે વિદ્યાર્થીઓ પાસેથી ફિસ નહીં માંગે. આ સમયમાં તે શિક્ષકોનું વેતન પણ નહીં રોકે. આટલું જ નહીં તે આ સમય વખતે કોઈની નોકરી પણ નહીં જાય.
*ફી ક્યારે લેવામાં આવશે તે જણાવવામાં આવશે*
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ કામ કરનાર એઆઈસીટીઈના સદસ્ય સચિવ પ્રોફેસર રાજીવ કુમારે દરેક કોલેજોને પત્ર લખીને આ વિશે જાણકારી આપી છે. સંગઠને કહ્યું છે કે જ્યા સુધી લોકડાઉન ખતમ ન થાય અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તે વિદ્યાર્થીઓ પાસે ફિસ નહીં માંગે. ફિ ક્યારે લેવાની તે વિશે ફરી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે