*વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારામાં દર્શન કરતા મુખ્યમંત્રી*
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લઈને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીનું ગુરુદ્વારા કમિટી દ્વારા ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ગુરુદ્વારામાં ચાલી રહેલા નામ સ્મરણમાં પણ સહભાગી થયા હતા.
ઉલ્લેખનીય છે કે, શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના શહીદ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બરના દિવસે વીર બાલ શહીદ દિવસ ઊજવવામાં આવે છે.
આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, સ્થાનિક ધારાસભ્યોમાં અમિત ઠાકર, અમિત શાહ, હર્ષદ પટેલ, જિતેન્દ્રભાઇ પટેલ, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.