તેમજ એક સમિતિ બનાવવામાં આવશે જેમાં ઉદ્યોગકારોએ ઉત્પાદન ક્યારથી શરૂ કરવું તે નક્કી કરશે, અને કમિટી કલેકટરની અધ્યક્ષાતામાં બનશે. ઉદ્યોગો કે કારખાના શરૂ કરવાને લઈને દરેક કારખાના માલિક કે ઉદ્યોગકારોએ થર્મલ ગન રાખવી પડશે, ઉદ્યોગકેરો અને કામ કરનાર લોકોનું સ્વાથ્ય ચેક કરવું, લંચના સમય અલગ અલગ રાખવા, કારખાનાને સતત સેનેટાઈઝ કરવા જેવી કેટલીક શરતો લાગુ કરવામાં આવશે.
મિકેનિક ટેકનિશિયન અને પ્લમ્બરને કામ કરવાની છૂટ આપવામાં આવી શકે
આ ઉપરાંત અશ્વિની કુમારે કહ્યું કે મનરેગા હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં કામ શરૂ કરાશે. તેમજ પાણીનો સંગ્રહ થઈ શકે તેવા કામોને મનરેગા હેઠળ પ્રાથમિકતા આપવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે શહેરી વિસ્તારોની બહાર બાંધકામના કાર્યોને ચાલુ રાખી શકાશે. તેમજ મિકેનિક, ટેકનિશિયન અને પ્લમ્બરને કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે.
દેશના 352 જિલ્લાઓમાં 20 એપ્રિલ પછી ખુલી શકે છે લોકડાઉન