…
ડોક્ટરને મેડિકલ સાયન્સ ખબર છે, પોલીસ તેની ફરજ બજાવે છે અને નજર સામે પણ હોય છે, જ્યારે પત્રકારો ક્યારેય સામે દેખાતા નથી. જો તમે કોરોનાયુગમાં સિસ્ટમના વખાણ કરતાં હોય કે તંત્ર સામે લાચારી…. આપણી સાથે માત્ર પત્રકારો જ છે જે આપણી વેદનાને જીવંત રાખે છે. કોરોનાના પણ કેટલા સમાચારો હોય છતાં ખૂણેખાંચરેથી વાતો લાવવાની, જોખમી વિસ્તારમાં પગ મૂકવાનો. સોશિયલ મિડીયાના યુગમાં પત્રકાર શબ્દ મોટો થતો જાય છે, વેબસાઈટ પર લખતા પત્રકારો હોય કે નાના ચોપાનિયાના પત્રકારો, જે ઓછી આવકમાં પણ ખતરો લે છે. તરફેણમાં લખો તો ઠીક, વિરુદ્ધ લખો તો નારાજગી.. હવે તો વાચક પણ રાષ્ટ્રભકત અને દ્રોહી જેવી વ્યાખ્યા કરતાં થઈ ગયાં.
જ્યારે પણ પત્રકાર મળે, તમારા વિસ્તારમાં આ પ્રજાતિ દેખાય તો બે ચાર તાળીઓ નગરોળ રાજકારણીઓ અને તંત્રને જાગતા રાખનાર માટે વગાડજો….સામાન્ય માસ્ક સાથે રખડવું એ મુશ્કેલ ટાસ્ક છે.
ભારતમાં તંત્રને ધબકતું રાખવામાં આ ચોથો પીલર જાન લગાવી દે છે, એમના પરિવાર પણ આખો દિવસ ચિંતા સાથે બેઠો હોય અને રાત્રે અગિયાર વાગે નવો કેસ આવ્યો એવી ખબર પડે તો પરિવાર, બાળકો છોડીને વાચકો સુધી પહોંચવા આ પ્રજાતિ જાન લગાવી દે છે….
ફરી ક્યારેય આ પ્રજાતિની જોયેલી વાતો કરીશું….
પ્રભુ પત્રકારોને હેમખેમ રાખે…
Deval Shastri🙏🏻🙏🏻🙏🏻