રાજ્ય સરકારે મધરાત્રે 12 વાગ્યથી 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા અને અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાતના લોકડાઉનની સત્તાવાર જાહેરાત કરી
ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યના તમામ નાગરિકોએ લોકડાઉનને ગંભીરતાથી લઇ તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લોકો ફક્ત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ કારણ વગર ઘરની બહાર નીકળશે તો તેને પોલીસ અટકાવશે. સરકારના આદેશ બાદ હવે ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે.
*આવશ્યક સેવા ચાલુ રહેશે*
ગુજરાતમાં લોકડાઉન દરમ્યાન લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે દૂધ, શાકભાજી, ફળફળાદી અને કરિયાણા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો ખુલ્લી રહેશે. સાથે જ મેડિકલ અને આરોગ્યલક્ષી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ ઉપરાંત બેન્કિંગ, વીજ, ઇન્ટરનેટ, નગરપાલિકા, મહાનગરપાલિકા આવશ્યક સેવા ચાલુ રહેશે.
********
કોરોના ની મહામારી સુધી રોજ વધુ એક્સ્ટ્રા મુખ્ય સમાચારો
દરરોજ બપોરે ૧.૩૦ કલાકે અને સાંજે ૭.૦૦ કલાકે
*****