*કોરોના સામે જંગ લડવા ભારત તૈયાર 30 રાજ્યોના 548 જિલ્લામાં લૉકડાઉન*
સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના 500ની આસપાસ કેસ સામે આવ્યા છે. ત્યારે આ વાતની ગંભીરતા જાણી સરકારે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપૂર્ણ રીતે લોકડાઉન જાહેર કર્યું છે ભારતમાં કોરોનાના કારણે 10માં વ્યક્તિનું મોત, 500 ની નજીક પહોંચ્યો સંક્રમિતનો આંકડો
*********
*શિવરાજસિંહ ચૌહાણ ચોથીવાર બન્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી*
ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે રાત્રે 9 કલાકે મધ્ય પ્રદેશના ચોથી વાર મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે.મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય નાટકનો આજે રાતે અંત આવી જશે. જ્યાં કોંગ્રેસ પાર્ટીના પતન બાદ ભારતીય જનતા પાર્ટીને મોકો મળ્યો છે. ત્યારે હવે આ માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ મધ્ય પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્યદળના નેતા તરીકે શિવરાજ સિંહ ચૌહાણની પસંદગી કરી છે.
*********
*દક્ષિણ કોરિયામાં કોરોનાગ્રસ્ત મહિલાએ 5000 લોકોને ચેપ લગાવ્યો*
કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ બિમારીના કારણ આંતરરાષ્ટ્રીય મહામારી જાહેર કરી છે. આ બિમારીના કારણે અત્યાર સુધીમાં હજાર લોકોના મોત થયા છે. આ વાયરસથી બચાવ માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે, ત્યારે અમુક બેજવાબદાર લોકોના કારણે મુશ્કેલીમાં પણ મુકાવાનો વારો આવે છે.
આવી જ એક ઘટના સામે આવી છે દક્ષિણ કોરિયામાં, જ્યાં એક મહિલાની બેદરકારીના કારણે હજારો લોકો કોરોના વાયરસની ઝપટમાં આવ્યા છે.હકીકતમાં જોઈએ તો, દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ એ શોધી કાઢ્યું છે કે, કેવી રીતે એક મહિલાના કારણે સમગ્ર દેશમાં કોરોના વાયરસના હજારો કેસ ઉભા થયા.એક મહિલા કે, જે કોરોના સંક્રમિત હતી, તેણે સાઉથ કોરિયાના શેંચોંજી ચર્ચમાં ગઈ. જ્યાં 1200 લોકો આ વાયરસના ઝપેટમાં આવ્યા. ત્યાર બાદ આ મહિલાને તાવ આવતા હોસ્પિટલમાં ગઈ જો કે, આ મહિલાએ ત્યાં પણ કોરોનાને ધ્યાને લીધો નહીં, જે બાદ હોસ્પિટલમાં 199 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો.
*********
*ગુજરાતમાં લોકડાઉનના નિયમ તોડવા બદલ 70 ફરિયાદ અને 200ને દંડ ફટકાર્યો*
*વડાપ્રધાન મોદીએ રાજ્ય સરકારોને આપ્યા છે કડક કાર્યવાહીના આદેશ*
દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આજે રાતે 12 વાગ્યાથી લોકડાઉન જાહેર કરાયું છે. જે 31 માર્ચ સુધી રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ 16 જિલ્લામાં 23 માર્ચથી લોકડાઉન જાહેર કરાયેલું છે.
નિયમ તોડવા બદલ 70 લોકો સામે ફરિયાદજો કે, જનતા હાલમાં પણ આ જાહેરાતની કડકાઈથી પાલન કરતા નથી. ત્યારે આવા સમયે પોલીસે કડક હાથે કામ લેવું પડશે. આવી જ રીતે ગાઝિયાબાદમાં પણ લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 70 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તથા 200 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
*********
*ભાવનગરમાં ધારા 144નું સરેઆમ ઉલ્લંઘન, માર્કેટ યાર્ડમાં હરાજી ચાલું*
કોરોનાને લઈને ભાવનગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પરંતુ જિલ્લા મેજીસ્ટ્રેટના આ આદેશનું સરેઆમ ઉલ્લંઘન થતુ જોવા મળ્યુ. માર્કેટિંગ યાર્ડના સતાધીશો જાણે કે સરકારના આ નિયમને ઘોળી ને પી ગયા હોય અને માનવ જીંદગીની જાણે કોઈ કિંમત ન હોય તેમ આજે પણ યાર્ડમાં હરાજી ચાલુ રાખવામાં આવી. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયેલા જોવા મળ્યા. જીએસટીવીની ટીમે યાર્ડના સત્તાધિશો સાથ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓએ બહારગામ હોવાનું રટણ કર્યુ
*********
*બનાસકાંઠામાં કલમ 144નું કડક અમલીકરણ કરાવવા હવે પોલીસે મેદાનમાં ઉતરી*
બનાસકાંઠામાં કલમ 144નું કડક અમલીકરણ કરાવવા હવે પોલીસે મેદાનમાં ઉતરી છે. પાલનપુરમાં કલમ 144 લાગુ હોવા છતાં સવારે મોટાભાગની દુકાનો, બજારો અને પાનના ગલ્લાથી માંડી પાર્લર સુધી એમ તમામ ખુલ્લું જોવા મળ્યું. જીએસટીવીએ પાલનપુરમાં બહાર નીકળેલા લોકોના ટોળેટોળાને કારણે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પહેલ કરી હતી. જે બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે જાહેરનામાનું કડકાઇથી પાલન કરાવી તમામ બજારો બંધ કરવા સૂચના આપી
**********
*ચીન છુપાવી રહ્યું છે મોતના આંકડા 20 લાખ મોતનો દાવો*
ચીનની સરકાર દ્વારા તમામ ન્યૂઝ અને ઈન્ફોર્મેશન ઉપર સીધો કંટ્રોલ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઈરસ થી 3227 લોકોના મોત થયા છે અને 81093 લોકો પોઝિટિવ છે. આ વાઈરસ સૌથી પહેલા ચીનના વુહાન શેહરથી ફેલાયો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ મૃત્યુઆંક સામે ચીનના ઘણા નાગરિકોએ ડોક્યુમેન્ટ અને વીડિયો જાહેર કરીને પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ત્રણ મહિનામાં ચીનમાં 21 મીલિયન બે કરોડ 10 લાખ સેલફોન યુઝર ઓછા થઈ ગયા છે.
*********
*કોરોના સામે લડવા સાંસદ સી.આર. પાટીલ તરફથી દોઢ કરોડની ગ્રાન્ટ*
ભાજપના સંસદસભ્ય સી.આર. પાટીલે કોરોના વાયરસ સામે લડવા વેન્ટીલેટર અને મેડિકલ સાધનો માટે સુરતના કલેક્ટરને રૂપિયા ૧ કરોડ અને નવસારીના કલેક્ટરને રૂપિયા ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી ગ્રાંટનો ઉપયોગ કોરોના વાયરસ સામે લડવા માટેનાં મેડિકલ સાધનો અને વેન્ટીલેટર ખરીદવા માટે કલેક્ટર જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરે એવું સી.આર.પાટીલ દ્વારા જણાવાયું છે.
*********
*થાળી વગાડવાથી નવસારીમાં થયું મોત?*
આ સમાચાર જરા ખળભળાવી દે એવા છે. આખા દેશમાં જનતા કર્ફ્યુના દિવસે દરેક પરિસ્થિતિમાં આપણી સેવામાં ખડેપગે રહેતા દરેકને આભાર માનવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું કે પાંચ મિનિટ માટે તાળી પાડી, થાળી વગાડીને અભિવાદન કરજો. નવસારીના આશાબાગ વિસ્તારમાં આવેલા કસ્તુરી ઍપાર્ટમેન્ટના લોકોએ પણ આખા દેશમાં કર્યું એવું જ કર્યું. પણ જે બન્યું એ દેશમાં ક્યાંય ન થયું એવું થયું.
વાત એમ બની કે નવસારીના કસ્તુરી એપાર્ટમેન્ટમાં પણ 22 માર્ચનો દિવસ સામાન્ય જ હતો બધા ઘરમાં જ હતા. સાંજે પાંચ વાગ્યે એક સાથે બધા ગેલેરી – ટૅરેસ ઉપર આવી ગયા. કોઈએ થાળી વગાડી, કોઈ એ તાળી પાડી, કેટલાક એ ઘંટનાદ કર્યો અને કસ્તુરી એપાર્ટમેન્ટમાં ફટાકડા પણ ફોડાયાં. આ બધું કરનાર એ ભૂલી ગયેલા કે એમના એપાર્ટમેન્ટમાં એક મસમોટો મધપૂડો જામ્યો છે.સાંજે પાંચ વાગ્યે જેવો આ બધો અવાજ શરૂ થયો એટલે મધમાખીઓ છંછેડાઈ અને એમણે એપાર્ટમેન્ટના લોકો ઉપર હુમલો કરી દીધો. લોકોમાં નાસભાગ મચી ગઈ, ઘણાને મધમાખીએ ડંસ દીધા. એ પૈકી ચાર જણને ગંભીર ઇજા થઇ. ચોથા મળે રહેતા એક પરિણિત મહિલા મધમાખીના આ ડંસથી બેભાન થઇ ગયા. ચારેય જણને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એ પૈકી 35 વર્ષના એક મહિલાને મૃત જાહેર કરાયા
************
*રજૂઆતની તક ન અપાઈ હોવાથી DPS ઇસ્ટની માન્યતા રદ ન કરાય: હાઈકોર્ટ*
અમદાવાદઃ હાઈકોર્ટના સિંગલ જજે હાથીજણની ડીપીએસ ઇસ્ટને મોટી રાહત આપતાં સીબીએસઈ અને રાજ્ય સરકાર દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવાનો આદેશ અમાન્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સીબીએસઈ અને રાજ્ય સરકારે કાયદા મુજબ 16 સપ્તાહમાં સ્કૂલનાં જોડાણ અને માન્યતા આપવા અંગે નિર્ણય લેવાનો રહેશે. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, સીબીએસઈ અને રાજ્ય સરકારે ડીપીએસ ઇસ્ટને રજૂઆત કરવાની તક આપી નથી અને કાયદાની પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ નિર્ણય લીધો છે, જેનો ભોગ સ્કૂલના વિદ્યાર્થીઓ બન્યા છે.સ્કૂલની બેદરકારી તો ખરી જ – હાઇકોર્ટ
*********
*વડોદરામાં દૂધનો વધુ ભાવ લેવાતો હોવાની કલેક્ટરને ફરિયાદ મળી* તોલમાપ ખાતાની ટીમે કસૂરવાર પાસેથી 2 હજાર રૂપિયા દંડ વસૂલ્યો
સ્થળ તપાસ દરમિયાન સ્ટેશન વિસ્તારની જૂની નટરાજ ટોકીઝ પાસે આવેલા સત્કાર સ્ટોરમાં દૂધની થેલી દીઠ 1 રૂપિયો વધુ લેવાતો હોવાની હકીકત ધ્યાનમાં આવી હતી. તેના અનુસંધાને વિક્રેતાઓને તોલમાપ કાયદાની જોગવાઇ પ્રમાણે 2 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો અને નિર્ધારિત ભાવે જ ચીજ વસ્તુઓ વેચવાની તાકિદ કરવામાં આવી હતી.
*********
*ભરૂચ પાસે NH-48 ઉપર 5 કિ.મી. લાંબો ટ્રાફિકજામ વાહનચાલકો અટવાયા*
અંકલેશ્વર-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવે નં-48 ઉપર સરદાર બ્રિજ ઉપર આવેલા મુદલ ટોલ પ્લાઝા ઉપર 5 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થયો છે. જેને પગલે લોકો અટવાઇ ગયા છે. હાઇવે પર વાહનોની લાંબી-બાંબી કતારો થઇકોરોના વાઈરસને પગલે સુરત શહેર લોકડાઉન કરાયુ હોવાથી દક્ષિણ ગુજરાત તરફથી લોકો પોતાના વતન તરફ જવા માટે નીકળી રહ્યા છે. જેને પગલે ભરૂચ પાસે મુદલ ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક જામ થઇ ગયો છે. જેને પગલે અફરાતફરીનો માહોલ થયો છે
********
*ભરૂચમાં જનતા કર્ફ્યુમાં લુખ્ખા તત્વોનો આતંક*
ભરૂચમાં કેટલાક લુખ્ખા તત્વોએ આતંક ફેલાવ્યો હતો.સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી જંબુસર ચોકડી ખાતે જનતા કર્ફ્યુ દરમિયાન લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. મારક હથિયારો સાથે ટોળાએ વાહનોની તોડફોડ કરીને મારામારી કરી હતી. જેનો વીડિયો વાઈરલ થયો છે
*******
*વડોદરમાં કોરોનાની સારવાર કરી રહેલા ડોક્ટર બન્યા ભોગ*
વડોદરામાં સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટરને કોરોના વાયરસની અસર થતાં તેમને પણ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. વડોદરામાં છેલ્લા 48 કલાકમાં કોરોના પોઝિટિવના 6 કેસ નોંધાયા છે. આ તમામ આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત અન્ય 3 દર્દીઓ જે કોરોના શંકાસ્પદ છે તે પણ આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. આ દર્દીઓની સારવાર માટે ફરજ બજાવતા ડોક્ટરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેમને દાખલ કરાયા છે
*********
*સુખપુર ગામે નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો*
અમરેલીમાં ધારી અને ગીર પંથકમાં અચાનાક હવામાન પલટાયું હતું. અને જોતજોતામાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ ખાબકતા ઉનાળાના પ્રારંભે જ સુખપુર ગામે નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધારીના સુખપુર, ગોવિંદપુર, કુબડા સરસીયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સુખપુરમાં ભારે પવન અને કરા સાથે વરસાદ થયો હતો. માવઠાંને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. તો ગીર પંથકમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. અમરેલીના લાઠી ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લાઠી અને દામનગર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી શહેરના રોડ-રસ્તાઓ પાણી પાણી થયા હતા
**********
*ધોરણ 1 થી 9 અને 11માં ભણતા વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય*
ગુજરાતમાં કોરોનાની દહેશતના પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આદેશ કરતા કહ્યું કે, ધોરણ 1 થી 8 માં ડિટેન્સન નીતિ અમલમાં આવશે તમામ વિદ્યાર્થઈઓને માસ પ્રમોશન આપી ઉપલા ધોરણમાં લઈ જૃવાશે પરંતુ આવતા વર્ષે ડિટેન્સન નીતિનો અમલ કરવામાં આવશે.ધો 9 અને 11 માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. આ ઉપરાંત શિક્ષકોને પણ સરકારે રાહત આપી છે. રાજ્યના શિક્ષકોને હવે શાળાએ આવવાની જરૂર નહી પડે. નોંધનિય છે કે કોરોનાના સંક્રમણના કારણે પરિક્ષાઓ લઈ શકાય ન હતી. જેના કારણે સરકારે આ આદેશ આપ્યો છે. હાલમાં ગુજરાતમાં પેપર ચેકિંગની કાર્યવાહી પણ બંધ કરવામાં આવી છે.
***********
*ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય*
મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો બીજી તરફ તમામ શિક્ષકોને પણ હવે શાળાએ જવામાંથી મુક્તિ આપવામાં આવી છે. મતલબ કે હવે શિક્ષકોએ શાળાએ જવું ફરજીયાત નહીં રહે. સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ અગાઉ મુજબ જૂન મહિનાથી જ ચાલુ થશે
**********
*પંજાબ, પુડુચેરી પછી મહારાષ્ટ્રમાં પણ કરફ્યુ લદાયો*
મુંબઈઃ પંજાબ, પુડુચેરી પછી હવે મહારાષ્ટ્રમાં પણ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકો સાંભળતા ન હોવાથી હું મજબૂર છું અને પૂરા રાજ્યમાં કરફ્યુની જાહેરાત કરું છું. રાજ્યની સીમાઓ પણ બંધ કરવામાં આવી છે અને આજથી રાજ્યના બધા જિલ્લાઓની બોર્ડર પણ સીલ કરવામાં આવી છે. હવે એક જિલ્લાના લોકો પણ બીજા જિલ્લામાં આવ-જા નહીં કરી શકે. જોકે આ સમય દરમ્યાન જરૂરી જીવનાવશ્યક ચીજવસ્તુઓ મળતી રહેશે. લોકોએ ગભરાવાની જરૂર નથી.
**********
*હરિદ્વારમાં ભીષણ આગમાં બાબા રામદેવનું મેડિકલ સેન્ટર ખાખ*
હરિદ્વારઃ યોગગુરુ બાબા રામદેવના અત્રેના નિસર્ગોપચાર કેન્દ્રમાં ગઈ કાલે ભીષણ આગ લાગતાં કેન્દ્રનો નાશ થઈ ગયો છે.બાજુના જંગલમાં લાગેલી આગનો એક ઉડતો તણખો પડવાને કારણે અત્યાધુનિક નેચરલ હેલ્થ સેન્ટરમાં ભીષણ આગ લાગી હોવાનું મનાય છે.આ સેન્ટર યોગ ગ્રામ આશ્રમમાં રૂ. 70 કરોડના ખર્ચે 2009માં બનાવવામાં આવ્યું હતું.
બાબા રામદેવના પ્રવક્તા એસ. તિજારાવાલાએ કહ્યું કે આગને કારણે ઘણું નુકસાન થયું છે.રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ આગની જાણકારી ટ્વિટર પર આપી છે અને આગની જ્વાળાઓવાળો વિડિયો પણ શેર કર્યો છે.બનાવ નજરે જોનારાઓએ કહ્યું કે જંગલમાં લાગેલી આગને કારણે સેન્ટરમાં આગ લાગી હોવાની શક્યતાને નકારી શકાય નહીં, કારણ કે જંગલ વિસ્તાર અને યોગ ગ્રામ વચ્ચે બહુ અંતર નથી
****
*વડોદરામાં PSI સહિત 5 પોલીસ જવાનને કરાયા ક્વોરન્ટાઈન*
વડોદરાના માંજલપુર વિસ્તારમાં સ્પેનથી આવેલા યુવકને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ તેને તાત્કાલિક સારવાર આપી રહી છે. બીજી તરફ સ્પેનથી આવેલો યુવક જ્યાં-જ્યાં ગયો અને જેને મળ્યો તેની પણ હાલ તપાસ ચાલી રહી છે.PSI અને 4 પોલીસ કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરાયાતપાસમાં જાણવા મળ્યુ છે કે, કોરોના ગ્રસ્ત યુવક સ્ટેટ બેંકની બ્રાંચમાં ગયો હતો અને ત્યાં એક મિત્ર સાથે બે કલાક જેટલો સમય વિતાવ્યો હતો. ત્યારબાદ આ મિત્ર કામ અર્થે સાયબર સેલમાં અરજી આપવા માટે ગયો હતો. જેથી પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓએ આરોગ્ય વિભાગની સલાહ મુજબ સુરક્ષાના કારણોસર સાયબર સેલના PSI અને ચાર પોલીસ કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
****
*ગુજરાતમાં ભારે વરસાદની આગાહી*
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ૨૬-૨૭ માર્ચ એમ બે દિવસ ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. ૨૫ માર્ચે સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, અગામી ૨૬ માર્ચે વડોદરા-આણંદ-ખેડા-સુરત-નવસારી-વલસાડ-તાપી-ડાંગ-નર્મદા-દમણ-દાદરા નગર હવેલી જ્યારે ૨૭ માર્ચે અમદાવાદ-ગાંધીનગર-બનાસકાંઠા-વડોદરા-આણંદ-ખેડા-સુરત-નવસારી-વલસાડ-તાપી-ડાંગ-નર્મદા-દમણ-દાદરા નગર હવેલી-ભાવનગર-રાજકોટ-બોટાદ-અમરેલી-જૂનાગઢ-ભાવનગરમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે
***********