*બ્રેઝા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ*
રાજકોટના કોટડા સાંગાણીના રામોદ ગામે અપહરણ બાદ દુષ્કર્મની ઘટના બની છે અને રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદના સરપંચ પુત્ર અમિત પડાળીયા પર આરોપ લાગ્યો છે. આ ઉપરાંત તેના બે મિત્રો વિપુલ સેખડા તેમજ શાંતિ પડાળીયા કે જે કોંગ્રેસ તાલુકા પંચાયતના સભ્ય છે તેમની પર પણ આરોપ લાગ્યા છે. બંદૂકની અણીએ સફેદ રંગની કારમાં અપહરણ કરવામાં આવ્યુ અને દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ અંગે ફરિયાદ નોધાઈ છે. આમ યુવતીની આબરૂ લૂંટવામાં ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ સાથે આવી ગયા હતા