*ચીને છૂપાવી માહિતી, પરિણામ ભોગવી રહી છે દુનિયાઃ ટ્રમ્પ*

વોશિગ્ટન: કોરોનાના વધતા જતા કહેરની વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર આક્રમક વલણ અપનાવી રહ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ચીને કોરોના વાઈરસ વિશે પ્રાથમિક માહિતી છૂપાવી, જેની સજા આજે સમગ્ર વિશ્વ ભોગવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇટાલીમાં કોરોના વાઈરસને કારણે મૃતકોનો સંખ્યા ચીનને પણ વટાવી ગઈ છે. એટલું જ નહીં, અમેરિકામાં પણ મૃત્યુઆંક 200 ને પહોંચ્યો છે.