*મોતની સજા ઠેલવાના વકીલોનાં પેતરાં છતાં કાયદાએ કાયદાનું કામ કર્યું*
નવી દિલ્હી:નિર્ભયા કેસના ચારે ગુનેગારોને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. સમગ્ર દેશને હચમચાવી નાખનારા ગૅંગરેપ-હત્યાનો ગુનો અને પછીના લાંબા કાનૂની જંગનો સવારે ૫.૩૦ કલાકે અંત આવ્યો હતો. નિર્ભયા તરીકે ઓળખાયેલી યુવતીની ચાલતી બસમાં નિર્દયતાપૂર્વક ગૅંગરેપ-હત્યા કરનારા મૂકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષયકુમાર સિંહને ફાંસી આપવામાં આવી હતી. તિહાર જેલના ડિરેક્ટર જનરલ સંદીપ ગોયેલે એક નિવેદનમાં કહ્યું હતું કે ફાંસી બાદ ડૉક્ટરે ચારેયની તપાસ કરી હતી અને ચારેયનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.