*ગુજરાતમાં યોજાતો માધવપુરનો સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો રદ્દ*

કોરોના વાયરસની દહેશતને કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદરના માધવપુરનો સુપ્રસિદ્ધ મેળો પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. માધવપુરનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો નહીં યોજાય તેવી પ્રવાસન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મહત્વનું છે કે માધવપુરનો મેળો આદિકાળથી યોજાઇ રહ્યો હોવાની માન્યતા છે. મેળાની મહત્તા દર્શાવતું લોકગીત માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન પણ ખૂબ પ્રસિદ્ધ છે. પરંતુ હવે ભગવાનની જાન દરમ્યાન પરંપરાગત રીતે યોજાતો મેળો નહીં યોજાય તેવી સરકારે જાહેરાત કરી છે