*આને કહેવાય વિધિની વક્રતા Corona થી સાજો થયેલ માણસ* *હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો*

કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ તેમાંથી સાજા થયેલા ઈટાલીના એક પર્યટકને કદાચ કલ્પના નહી હોય કે, મોત તેને બીજા સ્વરૂપે ભેટી જશે.
વ્યક્તિ રાજસ્થાનમાં ફરવા માટે આવ્યો હતો માહિતી પ્રમાણે, 69 વર્ષીય આ પર્યટક ભારતના રાજસ્થાનમાં ફરવા માટે આવ્યો હતો, બાદમાં તે કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ હતુ. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. કોરોનામાંથી સાજા થયા બાદ તેને એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે તેની ઈચ્છાથી મોકલવામાં આવ્યો હતો.
મધરાતે તેને જયપુરની હોસ્પિટલમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેનુ મોત થયુ હતુ. જણાવી દઈએ કે, આ પર્યટકની પત્નીને પણ કોરોના પોઝિટિવ હતો અને તે પણ સારી થઈ ગયા બાદ તેને રજા અપાઈ હતી.